તલાટી અને હેડ ક્લાર્કની પરીક્ષાની તારીખો જીપીએસસીની જાહેર થયેલી પરીક્ષાઓની સાથે હોવાથી ઉમેદવારોએ તલાટી,હેડ ક્લાર્કની પરીક્ષાની તારીખ બદલવા માગ કરી છે. જો પરીક્ષાની તારીખમાં ફેરફાર નહીં કરાય તો તેની અસર લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર થશે. આથી મંડળે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા જોઈએ તેવી ઉમેદવારોની માગ છે.
ચૂંટણીને કારણે આ પહેલાં 17 લાખ રજિસ્ટર્ડ થયેલા ઉમેદવારોની પરીક્ષા ગેરરીતિના ડરે લેવાઈ ન હતી, પરંતુ ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ પરીક્ષાની તારીખ એક જ દિવસે જાહેર કરાઈ હતી, પરંતુ જે તલાટીની પરીક્ષા 29 જાન્યુઆરીએ જાહેર કરી છે તે જ તારીખે જીપીએસસીની મદદનીશ ઇજનેરની છે, બંને પરીક્ષામાં મોટી સંખ્યામાં કોમન ઉમેદવારો છે. ઉપરાંત જુનિયર ક્લાર્કની જે પરીક્ષા 8 જાન્યુઆરીએ છે એ જ તારીખે જીપીએસસીની વર્ગ-1-2ની પરીક્ષાની તારીખ છે. પરીક્ષાઓની તારીખ બદલવાના મુદ્દે ગુજરાત ગૌણ સેવા અને પંચાયત સેવા પસંદગી મંડળના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. ઉમેદાવારો સતત માગ કરી રહ્યા છે કે,પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને તુરત જાહેર કરાય, જેથી ઉમેદવારોમાં માનસિક તણાવની સ્થિતિ ન સર્જાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500