Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાણાકીય વર્ષ 2022માં દેશનો GDP ગ્રોથ રેટ 10.5 ટકા રહી શકે-RBI ગવર્નર શક્તિકાંતા દાસ

  • July 15, 2021 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે, નાણાકીય વર્ષ 2022માં RBI દ્વારા અંદાજવામાં આવેલો GDP ગ્રોથ રેટ 10.5 ટકાનો છે. તેમણે કહ્યું કે, વૃદ્ધિનાં અનુમાનને નીચે તરફ સુધારવા માટે મને કોઈ કારણ દેખાતું નથી.

 

 

 

નાણાકીય વર્ષ 2020-21માં 7.3 ટકાનો ઘટાડો થયો હતો

 

એપ્રિલમાં યોજાયેલી નાણાકીય નીતિ સમીક્ષામાં, રિઝર્વ બેંકે 2021-22 દરમિયાન આર્થિક વૃદ્ધિદર 10.5 ટકા રહેવાનું અનમાન વ્યક્ત કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, પાછલા નાણાકીય વર્ષમાં એટલે કે 2020-21માં દેશની GDPમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા નાણાકીય વર્ષની શરૂઆત જ્યાં તીવ્ર ઘટાડા સાથે થઈ હતી, ત્યારે ચોથા ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર વૃદ્ધિનાં માર્ગ પર પાછું ફર્યું અને જાન્યુઆરી-માર્ચ 2021 ત્રિમાસિકમાં 1.6 ટકાની વૃદ્ધિ હાંસલ કરી.

 

 

ઉત્પાદનમાં થઈ શકે છે બે લાખ કરોડનું નુકસાન 

 

તાજેતરમાં RBIએ અનુમાન લગાવ્યું હતું કે દેશમાં બીજી લહેરનાં કારણે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઉત્પાદનમાં બે લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આર્થિક ઉત્પાદનનાં નુકસાનનો GDP સાથે સીધો સંબંધ ન હોઈ શકે, પરંતુ તે અર્થવ્યવસ્થામાં મૂલ્યવર્ધનમાં થતા નુકસાનની તરફ અંગુલીનિર્દેશ કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application