દુનિયાનાં સૌથી ધનિક લોકતંત્રનાં નેતાઓનાં સંગઠન G-7એ યુક્રેનમાં યુદ્ધ ચાલે ત્યાં સુધી તેને સમર્થન આપવાનું વલણ અપનાવવાની સાથે રશિયન અર્થતંત્ર તોડી પાડવા માટે વધુ આકરા પ્રતિબંધો મૂકવા કટીબદ્ધતા વ્યક્ત કરી છે. ત્રણ દિવસની G-7 સમિટનાં અંતે એક સંયુક્ત નિવેદનમાં મંગળવારે G-7 દેશોએ રશિયાની ઓઈલ અને સોનાના વેચાણની આવક મર્યાદિત કરવા નક્કર પગલાં લેવાની તૈયારી કરી છે.
જોકે, રશિયન ઓઈલનાં ભાવ પર નિયંત્રણ કેવી રીતે લવાશે તે અંગે G-7 દેશોમાં અવઢવ છે. યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે વિશ્વ જગતમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને આથક મોરચે બંને દેશો કોમોડિટી અને ઈંધણ સંબંધિત મોટા ઉત્પાદકો દેશો હોવાથી સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને મસમોટું નુકશાન આ યુદ્ધથી થઈ રહ્યું છે. રશિયાનાં અતિક્રમણને કારણે ક્રૂડ ઓઈલની સાથે નેચરલ ગેસના ભાવમાં પણ ફેબ્રુઆરી બાદ ભડકો આવ્યો છે અને તેને કારણે મોંઘવારીએ પણ માઝા મુકી છે.
G-7 સમૂહની યોજાયેલ બેઠકમાં રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવાની નેમ સાથે ટોચના દેશોએ હવે રશિયાના ક્રૂડ ઓઈલ ક્રૂડ ઓઈલ અને ગેસ પર ટોચની ભાવ મર્યાદા લાગુ કરવા માટે G-7 સમૂહનાં વડાઓએ પ્રસ્તાવ મંજૂર કર્યો છે. G-7 દેશોએ રશિયન ક્રૂડ ઓઈલ પર પ્રાઈસ કેપિંગ કરવા તૈયારી હાથ ધરી છે. આ રીતે G-7 દેશોનો રશિયાના અર્થતંત્રને તોડી પાડવા આશય છે. ક્રૂડ ઓઈલ અને ગેસ તથા સોનું રશિયાની આવકના મુખ્ય સ્રોત છે.
રશિયન ક્રૂડ પર પશ્ચિમી દેશોએ અગાઉ પણ પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં તેઓ હવે રશિયન સોનાની આયાત પર પણ પ્રતિબંધ મૂકવા સંમત થયા છે. આ સિવાય બેઠકમાં કાળા સમુદ્ર મારફત યુક્રેનના અનાજની શિપમેન્ટના અવરોધોને પગલે વિશ્વમાં સર્જાયેલી ખાદ્ય અછત દૂર કરી ગરીબ દેશોને સહાય કરવા પણ G-7 દેશોએ સંમતી દર્શાવી છે.
જોકે, રશિયન ઓઈલ પર ભાવ નિયંત્રણ કેવી રીતે લાદવા તે અંગે પશ્ચિમી દેશો હજી અવઢવમાં છે. તેના માટે તેમણે રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી કરતા ભારત સહિતનાં દેશોને તેમની પ્રક્રિયામાં સામેલ કરવા પડે. વધુમાં રશિયન ઓઈલ પર ભાવ નિયંત્રણથી વિશ્વમાં વધતી મોંઘવારી પણ પશ્ચિમી દેશો માટે માથાનો દુખાવો છે.
ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખે મોંઘવારી અંગે વિરોધ વ્યકત કતા રશિયા જ નહિ પરંતુ અન્ય ક્રૂડ નિકાસકાર દેશો પર પણ આ પ્રકારના પ્રાઈસ કેપિંગ લાદવા હિમાયત કરી છે. તેમણે કહ્યું કે, મોંઘવારીને કાબૂમાં લેવા અને આથક ઉથલપાથલને કાબૂમાં લેવા માટે રશિયાની સાથે-સાથે સાઉદી અરેબિયા નાઈજીરિયા જેવા દેશો જે ઓપેકમાં રહીને કાર્ટેલ કરી રહ્યાં છે તેમના પર પણ અંકુશ લગાવવા આ પ્રાઈસ કેપિંગ લાગુ કરવા જણાવ્યું છે.
જોકે રશિયાના પર ભાવ અંકુશ લાદવાના પ્રસ્તાવ પર સૌકોઈ એકમત થયા હતા પરંતુ ફ્રાંસના રાષ્ટ્રપતિના તમામ દેશો પર પ્રતિબંધ લાદવાના પ્રસ્તાવ પર ખચકાટ અનુભવ્યો હતો. બ્રિટન સહિતના દેશોનો મત હતો કે જો આ પ્રાઈસ કેપ સાઉદી કે અન્ય ઓપેક જે નોન-ઓપેક દેશો પર લાગુ પડશે તો માનવસર્જિત અછત સર્જાશે અને મોંઘવારી ડામવા લીધેલ આ પગલું વધુ મોંઘવારી નોતરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500