Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

G20 સમિટ : વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના ટોચના નેતાઓને શાહી ટ્રીટમેન્ટ સાથે સોના-ચાંદીના વાસણોમાં ભોજન પીરસવામાં આવશે

  • September 07, 2023 

ભારતમાં તારીખ 9થી 10 સપ્ટેમ્બર દરમિયાન G20 સમિટ શરૂ થવા જઈ રહી છે. જેનું ભારત પ્રથમ વખત આયોજન કરવા જઈ રહ્યું છે. G20 સમિટમાં વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના ટોચના નેતાઓ ભાગ લેવાના છે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કોન્ફરન્સમાં અનેક દેશોના VVIP મહેમાનો ભાગ લેશે. જેમને શાહી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જ્યાં એક તરફ અનેક પ્રકારના ભોજન હશે તો બીજી તરફ સોના-ચાંદીના વાસણોમાં ભોજન પીરસવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોન્ફરન્સમાં તમામ મહેમાનો માટે ભવ્ય ફિસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.



આ તમામ વિશેષ મહેમાનોને સોના-ચાંદીના વાસણોમાં ભોજન પીરસવામાં આવશે. આ વાસણો બનાવતી કંપની 11 હોટલોને વાસણો મોકલી રહી છે, જેમાં તાજ હોટલનો પણ સમાવેશ થાય છે. મહેમાનોને પીરસવામાં આવતા ભોજન માટે અલગ-અલગ હોટેલોના શેફે તેમના મેનુ તૈયાર કર્યા છે અને તેમની પસંદગી અનુસાર સોના-ચાંદીના વાસણો તૈયાર કરવામાં આવ્યા છે. સોના અને ચાંદીના વાસણો બનાવતા પહેલા તેમની સામગ્રીને પરીક્ષણ માટે RND લેબમાં મોકલવામાં આવી હતી.



આ પછી, હોટેલને જે આકાર અને સાઇઝના વાસણની જરુર હતી તેને તેવા જ બનાવીને મોકલવામાં આવ્યા હતા. કંપનીના માલિક રાજીવે મીડિયાને જણાવ્યું કે, તેમની પેઢી છેલ્લા ત્રણ વર્ષથી વાસણો બનાવી રહી છે. તેમના આ ખાસ વાસણોમાં સમગ્ર ભારતના વારસાની ઝલક જોવા મળે છે, તેથી તેમનો પ્રયાસ રહે છે કે, વિદેશી મહેમાનોને પણ ટેબલ પર ભારતની ઝલક જોવા મળે. તેમના કહેવા પ્રમાણે આ ખાસ ગોલ્ડ અને સિલ્વર વાસણમાં જયપુર, ઉદયપુર, બનારસ અને કર્ણાટકની કોતરણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application