Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આવતી કાલથી અન્ના હજારે આમરણ ઉપવાસ પર ઊતરશે

  • January 30, 2021 

ભારતીય લશ્કરના નિવૃત્ત સૈનિક અને સામાજિક કાર્યકર અન્ના હજારે રાષ્ટ્રપિતા ગાંધીજીની પુણ્યતિથિ એટલે કે, 30 જાન્યુઆરી શનિવારથી આમરણ ઉપવાસ પર ઊતરશે. હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલનના ટેકામાં અન્નાએ કહ્યું કે, ખેડૂતો માટે રચાયેલા સ્વામીનાથન પંચના રિપોર્ટનો અમલ કરવા માટે હું સતત 2018થી કેન્દ્ર સરકારને વિનંતી કરતો રહ્યો છું. પરંતુ મારી વિનંતી એળે ગઇ હોય એવું આ ખેડૂત આંદોલન પરથી લાગે છે.

 

 

 

હાલ આંદોલન કરી રહેલા ખેડૂતોના ટેકામાં અન્નાએ શનિવાર 30 જાન્યુઆરીથી આમરણ ઉપવાસ પર ઊતરવાની ધમકી આપી હતી. અન્નાના વતન રાલેગણ સિદ્ધિ ગામના યાદવબાબા મંદિરમાં અન્ના ઉપવાસ પર ઊતરશે. જો કે કેન્દ્રના ખેતીવાડી ખાતાના રાજ્ય પ્રધાન કૈલાસ ચૌધરી આજે રાલેગણ સિદ્ધિ પહોંચી રહ્યા હતા. અત્યાર અગાઉ મહારાષ્ટ્ર વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર હરિભાઉ બાગડે, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ, ભાજપના નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલ, અહમદનગરના સાંસદ સુજય વિખે પાટિલ વગેરે નેતાઓ રાલેગણ સિદ્ધિની મુલાકાતે ગયા હતા અને અન્નાને સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ એનું કોઇ અનુકૂળ પરિણામ આવ્યું નહોતું. સ્વામીનાથન પંચના રિપોર્ટ અને ટેકાના લઘુતમ ભાવની માગણી સાથે અન્ના મક્કમ હતા.

 

 

 

 

દરમિયાન, દિલ્હીમાં દેવેન્દ્ર ફડનવીસ અને ગિરીશ મહાજને કેન્દ્રીય ખેતીવાડી પ્રધાન નરેન્દ્ર તોમર સાથે વાતચીત કરીને અન્નાને એક ડ્રાફ્ટ આપ્યો હતો. એ ડ્રાફ્ટમાં જે ખામીઓ કે ઊણપો હોય તે વિચારીને અન્ના આ ડ્રાફ્ટ તોમરને પાછો મોકલશે. એમની ભલામણો સરકાર સ્વીકારી લે તો કદાચ છેલ્લી ઘડીએ અન્ના આમરણ ઉપવાસનો નિર્ણય પડતો પણ મૂકે ખરા. દરમિયાન, અન્નાએ દેશભરના ખેડૂતોને સંબોધીને એવી અપીલ કરી હતી કે આંદોલન ખરા અર્થમાં શાંતિપૂર્ણ રાખો. 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં જે હિંસાચાર થયો એવા હિંસાચારથી આંદોલનને પ્રતિકૂળ અસર થઇ શકે છે. માટે શાંતિ રાખો. 26મીના હિંસાચારથી પોતે દુઃખી થયા હોવાનું અન્નાએ કહ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application