Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છેલ્લા 2 દાયકાથી વિકૃત માનસિકતા વાળા લોકો અલગ વિચાર કરે છે,ગુજરાતનો કોઇ વ્યકિત પ્રગતી કરે તો તેના પેટમાં ઉંદરડા દોડે છે....

  • October 20, 2022 

જૂનાગઢ ખાતેથી જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાનાં રૂ.4155.17 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત, PM મોદી એ જણાવ્યું કે, દેશના કોઇ ખૂણેથી કોઇ આપણો ભાઇ-બહેન કોઇ મોટુ કામ કરે તો આપણને ગર્વ થાય કે નહી પણ છેલ્લા 2 દાયકાથી વિકૃત માનસિકતા વાળા લોકો અલગ વિચાર કરે છે. ગુજરાતનો કોઇ વ્યકિત પ્રગતી કરે તો તેના પેટમાં ઉદરંડા દોડે છે.



ગુજરાતને બેફામ ભાષાનો પ્રયોગ કરી અપમાનીત કરે છે. કેટલાક રાજકીય પક્ષોની ગુજરાતને બેફામ ગાળો આપ્યા વિના રાજનીતીક વિચારઘારા અધુરી રહે છે આની સામે ગુજરાતે લાલ આંખ કરવાની જરૂર છે.ગુજરાતને બદનામ કરનાર રાજકીય પાર્ટીઓને ગુજરાત સહન નહી કરે તે આ ઘરતી પરથી કહી રહ્યો છું. દેશમાં કોઇનું અપમાન સહન ન થાય. નિરાશા ફેલાવનારા લોકો તેમની નિરાશા ગુજરાતના મન પર થોપી રહ્યા છે તેનાથી ગુજરાતે ચેતવાની જરૂર છે ગુજરતની એકતા એ ગુજરાતની તાકાત છે. આવો એકતાને જાળવી વિકાસના કાર્યોને જાળવી રાખીએ અને નવા વર્ષે નવા સંકલ્પ સાથે આગળ વધીએ તેવી શુભકામનાઓ.



PM મોદી એ વધુમાં જણાવ્યું કે,ગીરનારમાં પહેલાની સરકારે રોપવેના કામો નહતી કરી શકી આજે આપણી ભાજપની સરકારે ગીરનારમાં રોપવે લાવી દીધો. આજે એશિયાનો સૌથી મોટો રોપવે ગીરનારમાં છે. કેશોદના એરપોર્ટને મોટુ કરવા સુચન કર્યુ છે. આજે દેશ અને દુનિયાના લોકો આપણા ગીરના સિંહોની ગર્જના સાંભળવા આવે છે. ગીરના સિંહની ગર્જના સાંભળીને ગુજરાતની ગર્જના કાને પડે છે. આજે 20 વર્ષમાં ગીરના સિંહોની સંખ્યા ડબલ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application