Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં બેડકીનાકા ચેકપોસ્ટ ખાતેથી એસ.ટી. બસમાંથી દારૂનાં જથ્થા સાથે મુસાફર ઝડપાયો

  • December 31, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ગુરૂવારના રોજ બપોરના સમયે બેડકીનાકા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન નવાપુર તરફથી મહારાષ્ટ્ર રાજ્યની એક સરકારી એસ.ટી. બસ આવતા જે બસને હાથનો ઇશારો કરી સાઈડમાં ઊભી રખાવી હતી. ત્યારબાદ એસ.ટી. બસની અંદર બધી સીટો નીચે ચેક કરી રહ્યા હતા ત્યારે પાછળની સીટ ઉપર બેઠો હતો અને તેની બાજુમાં એક પ્લાસ્ટિકની બેગ ચેક કરતા જેમાં ઇંગ્લિશ દારૂની અલગ-અલગ બોટલો મળી આવી હતી. જોકે તે ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ રાજેન્દ્રભાઈ સુનિલભાઈ પાત્રા (રહે.અલંકાર સોસાયટી, બારડોલી)નાં હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે ઝડપાયેલ મુસાફર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application