ટ્વિટરનાં CEO અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. જોકે ગતરોજ જ એલોન મસ્કે આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે, તારીખ 15 એપ્રિલથી 'For You Recommendations' ફીચરનો લાભ ફક્ત વેરિફાઈડ એકાઉન્ટ્સ જ લઈ શકશે. આ સિવાય ટ્વિટર પોલમાં પણ એ જ યુઝર્સ વોટ કરી શકશે જેનું એકાઉન્ટ વેરિફાઈડ છે. એલન મસ્કે ટ્વિટ કરીને કહ્યું હતું કે, સતત વધતા AI બોટના દુરુપયોગને રોકવાનો આ એકમાત્ર રસ્તો છે.
જોકે આમ પણ મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ ઘણા મોટા ફેરફારો કર્યા છે. તેમણે કરેલા ખાસ ફેરફારમાં બ્લુ ટિક પેઇડ સર્વિસનો સમાવેશ થાય છે. બ્લુ ટિક સિવાય, વેરિફાઈડ બેજ અન્ય ઘણા રંગોમાં ઉપલબ્ધ છે. આ સાથે જ એલન મસ્કે જાહેરાત કરી છે કે જેમણે પૈસા ચૂકવ્યા નથી અને તેમની પાસે વેરિફાઈડ હેન્ડલ છે, તેમના બ્લુ ટિક તારીખ 1 એપ્રિલથી દૂર કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500