Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈમાં તા.1લી નવેમ્બરથી કારમાં આગળ અને પાછળ બેસનારા માટે સીટ બેલ્ટ ફરજિયાત

  • November 02, 2022 

મુંબઈમાં તા.1લી નવેમ્બરથી કારમાં આગળ અને પાછળ બેસનારા તમામ પ્રવાસી માટે સીટ બેલ્ટ ફરજિયાત કરાયો છે. સીટ બેલ્ટ વિનાના પ્રવાસીઓને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારાશે. ગયા મહિને પ્રખ્યાત ઉદ્યોગ પતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઇ પાસે પાલઘરમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મિસ્ત્રી મર્સિડીઝ જેવી લકઝરી કારમાં પ્રવાસ કરી રહ્યા હતા. આ કારમાં તમામ સેફટી ફીચર્સ ઉપલબ્ધ હતા, એરબેગ્સ પણ હતી.




જોકે તેમ છતા આ અકસ્માતમાં મિસ્ત્રી માર્યા ગયા હતા કારણ કે, તેમણે સીટ-બેલ્ટ પહેર્યો નહોતો. આ ઘટના બાદ દેશભરમાં રસ્તા માર્ગે પ્રવાસ કરતા વાહન ચાલકો અને પ્રવાસીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચા ના ચકડોળે ચડયો હતો. ત્યારબાદ કારમાં ચાલક સાથે સહપ્રવાસીઓને પણ સીટબેલ્ટ પહેરવો ફરજીયાત કરવામાં આવ્યો છે જેનો મુંબઈમાં કડક અમલ કરવામાં આવશે.




જે વાહનોમાં  પાછળની સીટ પર સીલ બેલ્ટની વ્યવસ્થા નહોતી તેવા વાહનોમાં સીટ બેલ્ટ બેસાડી લેવા માટે મુંબઇ પોલીસે 15 દિવસની અર્થાત 31 ઓકટોબર સુધીની મુદત આપી હતી. ઘણા કાર ચાલકોએ હજી પણ પાછળની સીટ પર સીટબેલ્ટ બેસાડયા નથી તેવા કાર ચાલકોને દંડાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ સંખ્યાબંધ શાળાઓ તથા સ્કૂલ બસ ઓપરેટરોએ સ્કૂલના વાહનોને સીટ બેલ્ટના નિયમમાંથી મુક્તિની મુદ્દત લંબાવી આપવા માગણી કરી છે. તેમના જણાવ્યા અનુસાર સ્કૂલ બસોમાં રાતોરાત સીટ બેલ્ટની વ્યવસ્થા કરવી શક્ય નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application