વ્યારાનગરમાં આવેલ જલારામ આઈ હોસ્પિટલ દ્વારા કટાસવાણ ગામે ફ્રી વિઝન અસેસમેન્ટ કેમ્પ આઈ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લાભાર્થી દર્દીઓને ફ્રીમાં સારવાર આપવામાં આવી હતી.ગ્રામજનોએ મોટીસંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો.
કેમ્પમાં આશરે 112 દર્દીઓથી વધુ દર્દીઓએ લાભ લીધો
જલારામ આઈ હોસ્પિટલ-વ્યારા દ્વારા કટાસવાણ ગામે રવિવાર નારોજ ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આશરે 112 દર્દીઓથી વધુ દર્દીઓએ લાભ લીધો જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને ચશ્મા તથા સારવાર માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગ્રામજનોએ બીજી વાર પાછો આવો કેમ્પનું આયોજન કરવા માટે અનુરોધ કર્યો
જલારામ આઈ હોસ્પીટલ-વ્યારા અને ગામના સરપંચ ચેતનભાઈ ચૌધરી તથા સભ્યો,મનુભાઈ ગામીત,વીરુભાઈ ગામીત, મેહુલભાઈ ગામીત, મોન્ટુભાઈ ગામીત તથા યુવા મિત્રોના સહોયોગથી સહકુશલ વિઝન અસેસમેંટ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સભ્યોએ તથા દર્દીઓએ બીજી વાર પાછો આવો કેમ્પનું આયોજન કરવા માટે અનુરોધ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500