પલસાણાના માંખીંગા ખાતે આવેલ ત્રિભુવન ક્રોમિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની પ્લાસ્ટિકની પેકીંગ બેગો બનાવતી કંપની સાથે વાપીના એક ટ્રાન્સપોર્ટ સંચાલકે કંપની દ્વારા ટ્રાન્સપોર્ટની જુદી જુદી ત્રણ ટ્રક મારફતે સિમેન્ટની ખાલી પેકીંગ બેગો મોકલવામાં આવી હતી, 52.54 લાખના કિંમતનીઆ સિમેન્ટ ભરવાની 4.60 લાખ બેગો શ્યામભાઈ નામના ટ્રાન્સપોર્ટ સંચાલકે બેગ જેતે પાર્ટીને પહોંચાડવાના બદલે બારોબાર સગેવગે કરી ફોન બંધ કરી દેતા બેગ બનાવતી કંપનીએ ટ્રાન્સપોર્ટ સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.
ફરિયાદ સંદર્ભે પલસાણા પોલીસ સ્ટાફના માણસોએ ગુના સંદર્ભે તપાસ કરતા બાતમી મળી હતી કે આ ગુનામાં માલ સગેવગે કરનાર મુખ્ય આરોપી શ્યામભાઈએ તમામ બેગો સસ્તામાં વેસ્ટના ભાવે વલસાડ જિલ્લાના વાપીના ડુંગરાગામ ખાતે પીર મેળા રોડ ગેટ ફળિયામાં રહેતા ભંગારના વેપારી પ્રકાશ યાદવને વેચી છે. પ્રકાશ યાદવે આ તમામ બેગો પોતામાં ગોડાઉનમાં સંતાડી રાખી હોવાની બાતમી મળતા પલસાણા પોલીસની એક ટીમ તત્કાલિક બાતમી મુજની જગ્યાએ રેડ કરતા ગોડાઉનમાં સંતાડી રાખેલ 4.60 લાખ નંગ બેગો મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી ભાંગરના ધંધો કરનાર અને ગોડાઉનનો માલિક પ્રકાશ રામવિલાસ યાદવને અટકાયત કરી હતી,અને રૂપિયા 52 લાખ 56 હજાર 711ની કિંમતની સિમેન્ટ ભરવાની 4.લાખ 60 હજાર બેગો કબ્જે કરી ગુનાનો મુખ્ય સૂત્રધાર શ્યામભાઈ અને આ ગુનામાં સંડોવાયેલા દલાલ પવનસિંગ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. ટ્રાન્સપોર્ટ સંચાલક શ્યામભાઈના વારંવાર કહેવાથી પલસાણાની ત્રિભુવન ક્રોમિક્સના મેનેજર વિમલ ભટ્ટાચાર્યએ ત્રણ ટેમ્પામાં માલ ભરી જુદીજુદી જગ્યાએ પહોંચાડવા શ્યામભાઈની ટ્રાન્સપોર્ટ કંપનીને ઓર્ડર આપ્યો. જેથી શ્યામભાઈએ આ માલ જેતે પાર્ટીને પહોંચાડવાને બદલે પવનસિંગ નામના ઇસમનો સંપર્ક કરી આ માલ સસ્તા વેસ્ટના ભાવે વેચવા માટે પવનસિંગે શ્યામભાઈની મુલાકાત વાપીના ભંગારના વેપારી પ્રકાશ રામવિલાસ યાદવ સાથે કરાવી જેથી પ્રકાશ યાદવે આ તમામ બેગો 8 લાખમાં ખરીદી પોતામાં ગોડાઉનમાં સંતાડી રાખી હતી હાલ પોલીસે બાતમી આધારે પ્રકાશ યાદવની ધરપકડ કરી મુદ્દામાલ તમામ માલ રિકવર કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500