કડોદરા રોડ સારોલી ખાતે આવેલી આર.આર.ટી.એમ માર્કેટના વેપારી દ્વારા કોલકત્તાની પાર્ટીને મોકલવામાં આવેલું રૂપિયા ૧૩.૫૧ લાખનો લેડીઝ કુર્તી અને સુટના કાપડનો માલ નિયોલની સેવેક્ષ એક્ષપ્રેસ કાર્ગો ટ્રાન્સપોર્ટ દ્વારા ડીલવેરી નહી કરી બારોબાર સગેવગે કર્યા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોધાઇ છે.
વેસુ સુર્યા રેસીડેન્સી ખાતે રહેતા ૪૧ વર્ષિય અશોકભાઈ શ્રીનંદકુમાર ગિદવાની કડોદરા રોડ સારોલીમાં રાધા રમણ ટેક્ષટાઈલ માર્કેટમાં એલ.જી. સિલ્ક મિલ્સના નામે ત્રીજા માળે છેલ્લા નવ મહિનાથી લેડીઝ કૂર્તી અને સુટનું કાપડનું મેન્યુફેક્ચરીંગ કરી વેપાર ધંધો કરે છે. આ પહેલા અશોકભાઈ રીંગરોડ રાધાક્રિષ્ના ટેક્ષટાઈલ માર્કેટમાં ધંધો કરતા હતા. ત્યારે અશોકભાઈ ગુજરાત રાજયના અલગ અલગ શહેર જિલ્લા ઉપરાંત બહારના રાજય પશ્વીમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન, કોલકતા સહિતના અલગ અલગ રાજયના શહેરોમાં ધંધો કરતા હતા. અને ઓર્ડર પ્રમાણે ટ્રાન્સપોર્ટ મારફતે માલ મોકલતા હતા.
અશોકભાઈ સેમ્પલ લઈને વેપારીઓ પાસે જઈ કંપનીના માલનું માર્કેટીંગ કરી વેપારીઓને કાપડનો માલ પસંદ આવે અને તેમના ઓર્ડર મુજબ ડીલીવરી મોકલી આપતા હતા. જેનું પેમેન્ટ ૩૦થી ૯૦ દિવસની કંડીશનમાં વેપારીઓ ચુકવે આપતા હતા.અશોકભાઈએ ગત તા. ૩૦મી જુન ૨૦૨૦થી ૧૦મી જુલાઈ ૨૦૨૦ના સમયગાળામાં કોલકતા બર્તોલા સ્ટ્રીટ બંકટેક્ષ ટાવર ખાતે બંકટેક્ષ ઉદ્યોગ લીમીટેડના નામે ધંધો કરતા માધવજી બુબનાને કુલ રૂપિયા ૧૩,૫૧,૩૪૫નો લેડીઝ કુર્તી અને સુટના કાપડનો માલ નિયોલ ગામ શિવ ક્રિષ્ના કંમ્પાઉન્ડ ખાતે આવેલી સેવેક્ષ એક્ષપ્રેસ કાર્ગો નામના ટ્રાન્સપોર્ટ મારફતે મોકલી આપ્યો હતો.
જાકે આ માલ માધવજી બુબનાને મળ્યો ન હતો. આ અંગેની જાણ ગત તા ૨૨મી જુલાઈના રોજ બંકટેક્ષ ઉદ્યોગ લીમીટેડના એજન્ટ તારાચંદ હેમનાનીએ ફોન કરીને જણાવ્યું હતું. જેથી અશોકભાઈએ કોલક્તા ખાતેની અને સુરત ખાતેની સેવેક્ષ એક્ષપ્રેસ કાર્ગોની ઓફિસમાં જઈને તપાસ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. અને તેમનો કાપડનો માલ વેપારીઓને નહી મોકલી માલ ક્યાક અથવા કોઈને વેચી નાંખ્યો હતો. પોલીસે અશોકભાઈ ગિદવાનીની ફરિયાદ લઈ સેવેક્ષ એક્ષપ્રેસ કાર્ગોના જવાબદાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500