અમદાવાદનાં નરોડામાં મેમ્કો પાસે આઘેડ ATM મશીનમાં પીન જનરેટ કરવા માટે ગયા હતા. જેમાં ATM મશીનમાં હાજર શખ્સ બેન્ક કર્મચારી જેવો લાગતો હતો જેથી આઘેડે તેને પીન જનરેટ કરાવી આપવા કહ્યું હતું પરંતુ ગઠિયો પીન જનરેટ કરીને કાર્ડ બદલીને જતો રહ્યો હતો. બાદમાં બીજા ATMમાં જઇને રૂપિયા 46 હજાર ઉપાડી લઇને ઠગાઇ આચરી હતી. બનાવ અંગે આઘેડે અજાણ્યા શખ્સ સામે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
સાબરમતીમાં મોટેરા સ્ટેડિય પાસે વેલજીભાઇના કુવા ખાતે રહેતા આધેડે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે, તા.6 જાન્યુઆરીએ તઓ નવા ATM કાર્ડમાં પીન જનરેટ કરવા મેમ્કો પાસે આવેલ કોમ્પલેક્ષમાં એટીએમ મશીનમાં ગયા હતા જ્યાં મશીનમાં અગાઉથી એક શખ્સ ઉભો હતો. જેના ખિસ્સામાં આઇ કાર્ડ જેવું હોવાથી તે બેન્ક કર્મચારી જેવા લાગતો હતો અને તેને પીન જનરેટ કરી આપવા કહ્યું હતું.
જેને લઇને શખ્સે ATM કાર્ડ બદલીને તેનું જૂનૂ ATM કાર્ડ ત્યાં મશીનમાં મૂકીને જતો રહ્યો હતો. ત્યારબાદ વેલજીભાઇએ કાર્ડ ચેક કરતા કાર્ડ તેમનું ન હોવાની જાણ થઇ હતી જેથી વેલજીભાઇએ બેંકમાં જઇને તપાસ કરતા શખ્સ મળી આવ્યો ન હતો તેમને મેનેજરને પૂછતા બેંક કર્મચારી ન હોવાનું સામે આવ્યું હતું. ત્યરબાદ જોત જોતામાં શખ્સે ATM કાર્ડથી રૂપિયા 4 હજાર ઉપાડી લીધા હતા. જેથી ફરિયાદીએ તાત્કાલિક કાર્ડ બંધ કરાવ્યુ હતું. ઘટના અંગે શહેરકોટડા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી CCTV ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500