Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જર્મન નાગરિક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી, મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી

  • September 04, 2023 

જયપુરની ત્રણ વ્યક્તિએ કથિત રીતે 24 વર્ષીય એક જર્મન નાગરિકની ફસામણી કરી તેની પાસેથી 9.95 લાખ રૂપિયાના રકમની રોકડ અને સોનું પડાવ્યા હોવાની ઘટના મુંબઈ પોલીસે નોંધી છે. એક અધિકારીના જણાવ્યાનુસાર ફરિયાદીની ફરિયાદને આધારે તારીખ 24 ઓગસ્ટે સાંતાક્રુઝની એક હોટેલમાંથી એક આરોપી જાકિરને પકડી લેવાયો છે, જ્યારે બીજા બેની શોધ ચાલુ છે. ફરિયાદી સોરેન હબરમેન જયપુરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ત્રણ આરોપીઓએ તેમનો સંપર્ક કર્યો અને કહ્યું કે, તેમની પાસે કેટલીક કિંમતી વિંટી અને બંગડીઓ છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માગણી છે.



આથી તેઓ તેમની સાથે વેપાર કરી શકે છે. ત્રણેયે કથિત રીતે વિદેશમાં સોરેનની ઘરે 2000 રૂપિયાના ખોટાં આભૂષણ મોકલી વળતરમાં 15 લાખ રૂપિયાની માગણી કરી હતી. સોરેન જ્યારે જયપુર અને દિલ્હીમાં પૈસા ઉપાડવામાં નિષ્ફળ ગયો ત્યારે આરોપીઓ તેની સાથે મુંબઈ આવ્યા. ફરિયાદીએ એટીએમ સેન્ટરમાંથી 3.75 લાખ ઉપાડવામાં સફળ રહ્યો અને ૬.૨૦ લાખની કિંમતના સોનાના બિસ્કીટ ખરીદ્યા હતા. જે તેણે ત્રણેય આરોપીઓને સોંપ્યા હતા. જોકે બાદમાં થોડાં જ સમયમાં ફરિયાદીને શંકા જતાં તેણે પોલીસનો સંપર્ક કરી તમામ માહિતી પૂરી પાડી હતી. જેને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application