Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રીંગરોડ સુરાના ઈન્ટરનેશનલ કોમ્પ્લેક્ષના વેપારી સાથે રૂપિયા ૯ લાખની ઠગાઈ

  • December 20, 2020 

રીંગરોડ જશ માર્કેટની બાજુમાં સુરાના ઈન્ટરનેશનલ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ દુકાનમાથી ચૌધરીબંધુઓએ રૂપિયા ૯.૦૭ લાખનો પ્રિ­ન્ટ સાડીનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 

 

 

સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ પાર્લે પોઈન્ટ સરગમ શોપીંગ સેન્ટર પાસે  સાંઈસદન સુરપ્રભા સોસાયટી સુર મંજલી એપાર્ટમેન્ટમાં રહેતા અશોક હરીપ્રસાદ યાદવ (ઉ.વ.૪૫) રીંગરોડ જશ માર્કેટની બાજુમાં સુરાના ઈન્ટરનેશનલ કોમ્પ્લેક્ષમાં બીજા માળે સીમોર પ્રિન્ટ્સ પ્રા. લી નામે દુકાન ધરાવે છે. અશોકભાઈ પાસેથી કાપડ દલાલ બાબુ રાજારામ ચૌધરી મારફતે ઓગસ્ટ ૨૦૧૪માં મૂળ રાજસ્થાનના પાલીના કુપારામ ઉર્ફે કમલેશ વનાજી ચૌધરી અને તેનો ભાઈ બાબુ વનાજી ચૌધરી દુકાને મળવા આવ્યા હતા. 

 

 

 

બાબુ વનાજીએ પોતે મહારાષ્ટ્રના બોઈસર પાલધર ખાતે કાચા સોનાનું લે-વેચનું કામ કરે છે. તેનો ભાઈ કુપારામ કોઈમ્બ્તુર તમીલનાડુમાં વિશાલ ટેક્ષ ફર્મના નામે મોટા પાયે સાડીનો રી-સેલનો ધંધો કરે છે. તેની સાથે ધંધો કરશો તો સારો ફાયદો થસે અને ૬૦ દિવસમાં પેમેન્ટ મળી જશે હોવાની લોભામણી વાતો કરી શરુઆતમાં  માલ ખરીદી સમયસર પેમેન્ટ ચુકવી આપ્યું હતું ત્યારબાદ ગત તા. ૨૫ ઓગસ્ટ ૨૦૧૪થી ૫ જાન્યુઆરી ૨૦૧૭ સુધીમાં અલગ અલગ બીલ ચલણથી  જુદી જુદી ક્વોલીટીનો કુલ રૂપિયા ૯,૦૭,૯૩૦નો પ્રિન્ટ સાડીનો માલ ખરીદ્યો હતો.

 

 

 

નક્કી કરેલ સમયમર્યાદામાં પેમેન્ટ નહી આપતા અશોક યાદવે પેમેન્ટની ઉગરાણી કરતા શરુઆતમાં ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ પેમેન્ટ નહી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે અશોક યાદવની ફરિયાદ લઈ ચૌધરીબંધુઓ સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News