ટ્રેડિંગ કંપનીમાં રોકાણ પર વધુ વ્યાજની લાલચે થાણેના વેપારી સાથે રૂપિયા 48 લાખની છેતરપિંડીની ઘટના બની હતી. આ પ્રકરણે થાણેના નૌપાડા પોલીસે 49 વર્ષના વેપારીની ફરિયાદને આધારે ચાર વ્યક્તિ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સંદર્ભે પ્રાપ્ત માહિતી મુજબ ડિસેમ્બર, 2020થી જાન્યુઆરી 2021 દરમિયાન આરોપીઓએ વેપારીને તેમની ટ્રેડિંગ કંપનીમાં રોકાણ પર વધુ વ્યાજની લાલચ આપી હતી. ત્યારબાદ આ ચારેવની વાતોમાં આવી વેપારીએ તેમની કંપનીમાં કુલ 57 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. થોડા સમય બાદ જ્યારે પ્રથમ વેપારીએ વ્યાજ અને ત્યાર બાદ મુદ્દલની રકમ માગવાનું શરૂ કરતા આરોપીઓએ વેપારીને ફક્ત 9 લાખ રૂપિયા પાછા આપ્યા હતા. ત્યારબાદ સતત પૈસાની માંગણી બાદ પણ કોઇ રકમ ન મળતા વેપારીએ નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ચાર જણ સામે IPCની કલમ 420, 406 અને 34 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationસોનગઢનાં ડોસવાડા ગામે અજાણ્યા ટ્રક અડફેટે બાઈક ચાલકનું મોત
April 20, 2025વાંકા ચાર રસ્તા પાસેથી વરલી મટકાનો જુગાર રમતા ચાર ઝડપાયા
April 20, 2025