Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેનેડાના વીઝા બનાવી આપવાને બહાને ત્રણ મિત્રો સાથે સાથે રૂપિયા ૩૯.૨૮ લાખની ઠગાઈ

  • September 24, 2021 

કેનેડાના વિઝા બનાવી આપવાને બહાને પાંડેસરામાં રહેતા મીલના સુપરવાઈઝર સહિત ત્રણ મિત્રો પાસેથી બેગ્લોરની પેનટોન કન્સ્લ્ટન્સી પ્રા.લી નામની કંપની સંચાલકે ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા ૩૯.૨૮ લાખ પડાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે. 

 

 

 

 

બનાવની વિગત એવી છે કે  બમરોલી વડોદ રોડ આસ્થા રેસીડેન્સીમાં રહેતા હરેશકુમાર શંકરલાલ પટેલ (ઉ.વ.૪૦) પલસાણા ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝમાં લક્ષ્મી યાને ડાઈંગ મીલમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે સુરેશકુમારે કેનેડા જવાની ઈચ્છા હોવાથી સન ૨૦૧૭માં ઓનલાઈન ગુગલ ઉપર કેનેડા ઈમીગ્રેશન કંસલર્ટસી નામથી સર્ચ કરતા અને કન્સલટન્સીઓ જોવા મળી હતી જેમાંથી પેનટોન કન્સલ્ટન્સી પ્રા.લી,. કંપનીને સીલેકટ કરી તેની વેબસાઈટ ઉપર  કેનેડા જવા વિઝા માટે તમારી કન્સ્લ્ટન્સીમાં રસ છે તેવો મેસેજ કર્યો હતો. જે મેસેજ કર્યા બાદ થોડા દિવસ પછી તેમના ઉપર નીથીન ચંદ્રા નામના વ્યકિતએ ફોન કરી તમારે જો કેનેડા જવુ હોય તો તમારી ઍગ્રીકલ્ચર વિઝા ઉપર કઈક થઈ શકે વીઝા પ્રોસેસ માટે ઈમેઈલ કર્યો હતો.

 

 

 

 

ત્યારબાદ સુરેશકુમાર ગત તા ૨૧ નવેમ્બરના રોજ ફ્લાઈટથી  બેગ્લોર સીર ક્રોસ સીરા કાર્ટે ખાતે તેમની ઓફિસે મળવા માટે ગયા હતા ત્યાં મેનેજીગ ડાયરેકટર  સુરેશ મેનનને મળ્યા હતા. વિઝા બનાવ માટે રૂપિયા ૧,૭૫,૦૦૦, પત્નીના રૂપિયા ૧,૬૦,૦૦૦ તથા પુત્રના  ૪૭, ૦૦૦ મળી કુલ રૂપિયા ખર્ચો કીધો હતો. સુરેશકુમારે વિશ્વાસ બેસતા પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ આપી સુરત આવ્યા હતા અને તેના મિત્ર મિત્ર દિપેશ મહેન્દ્રકુમાર પટેલ અને રાજેશ પટેલ તૈયાર થયા હતા તે વખતે નીથીન ચંદ્રાએ તમે એગ્રીકલ્ચર વીઝા ઉપર કેનેડા જવા માંગો છો તો તમારે ભારતમાં ખેડુત છે તેના ખેતીના ફોટા મોકલવા પડશે હોવાનુ કહેતા રાજેશ પટેલના ખેતરના ફોટા મોકલ્યા હતા. આરોપીઓ ભારત સરકારના વિદેશ મંત્રાલયનો લેટર પણ  બતાવ્યો હતો. આ રીતે વિશ્વાસમાં લીધા બાદ ટુકડે ટુકડે કરી સન ૨૦૧૭થી ૨૦૨૦ સુધીમાં હરેશભાઇ પાસેથી ૧૩,૫૩,૮૦૦, રાજેશભાઇ પટેલ પાસેથી ૧૭,૦૦,૦૦૦ અને દિપેશભાઇ પટેલ પાસેથી ૨,૭૫,૦૦૦ મળી કુલ ૩૯,૨૮,૮૦૦ રૂપિયા પડાવી  કેનેડાના વિઝા નહિ છેતરપિંડી કરી હતી, હરેશકુમારની ફરિયાદને આધારે પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application