રિંગરોડ હાઈ ટેક ટેક્ષટાઈલ માર્કેટમાં ચોથા માળે આવેલ ધ્યાન ફેબ અને ઓરેન્જ ફેબમાંથી ઉધારમાં રૂપિયા ૨૫.૮૭ લાખનો નેટ, ઈનર તથા કેનકેનનો કાપડનો માલ ખરીદ્યા બાદ મિલેનીયમ ટેક્ષટાઈલ માર્કેટના રાધાકિષ્ના ફેશનના પ્રોપરાઈટરે પેમેન્ટ નહી ચુકવી હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાંખવાની તેમજ દારૂના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
વરાછા બોમ્બે માર્કેટ પાસે ત્રિકમનગરમાં રહેતા અને રિંગરોડ હાઈ ટેક ટેક્ષટાઈલ માર્કેટમાં ચોથા માળે ધ્યાન ફેબ અને ઓરેન્જ ફેબના નામે ધંધો કરતા ૩૨ વર્ષીય વિશાલકુમાર મગનલાલ લાખણકીયાએ મિયાણી યશ બીપીન (રહે, શ્રીકુંજ ઍપાર્ટમેન્ટ વેડ ગુરુકુળ રોડ કતારગામ) સામે ફરિયાદ નોધાવી છે. જેમાં જણાવ્યું હતું કે આરોપી રિંગરોડ મિલેનીયમ ટેક્સટાઈલ માર્કેટમાં રાધાક્રિષ્ના ફેશનના નામે દુકાન ધરાવે છે. અને ગત તા ૧૦ નવેમ્બર ૨૦૨૦થી ૧૭ માર્ચે ૨૦૨૧ સુધીમાં તેમની પાસેથી અલગ અલગ બીલ ચલણથી કુલ રૂપિયા ૨૫,૮૭,૨૧૭ નો નેટ, ઈનર, તથા કેનકેન નો કાપડનો માલ ખરીદ્યો હતો.
નક્કી કરેલ સમયમાં મિયાણી યશએ પેમેન્ટ નહી કરતા વિશાલકુમારે ઉઘરાણી કરતા શરુ્આતમાં પેમેન્ટ ચુકવી આપવાના ખોટા વાયદાઓ કર્યા બાદ હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાંખવાની તેજમ દારૂના ખોટા કેસમાં ફસાવી દેવાનીધમકી આપી દુકાન બંધ કરી છેતરપિંડી કરી નાસી ગયો હતો. સલાબતપુરા પોલીસે વિશાલકુમારની ફરિયાદ લઈ મિયાણી યશ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application