સલાબતપુરા કુંદનહાઉસના બેઝમેન્ટમાં આવેલ ઉમામા સીલ્ક મીલ્સ ફર્મમાંથી રૂપિયા ૧૬.૨૬ લાખનો બ્લીચ કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી દુકાન અને ગોડાઉનના શટર પડી ઉઠમણું કરી રફુચક્કર થઈ ગયેલા સારોલીની ડી.એમ.ડી લોજીસ્ટીક પાર્કમા કલાકુતિ ક્રિએશનના માલીક અને દલાલ સામે પોલીસમા ફરિયાદ નોધાઈ છે.
પુણા પોલીસના જણાવ્યા મુજબ અડાજણ પાટીયા શાલીમાર સોસાયટી અબ્રાર ટાવરમાં રહેતા અને સલાબતપુરા કુંદન હાઉસમાં બેઝમેન્ટમાં ઉમામા સીલ્ક મીલ્સ ફર્મના નામે ધંધો કરતા ૫૧ વર્ષીય જુનેદ મોહમદ કુંદન પાસેથી ગત તા.૨ઓગસ્ટ થી ૮ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં પુણા કુંભારીયા રોડ સારોલી સ્થિત ડી.એમ.ડી લોજીસ્ટીક પાર્કમાં અને રીંગરોડ એન.ટી.એન માર્કેટમાં કલાકુતિ ક્રિએશનના નામે વહીવટકર્તા નરેન્દ્ર રામગોપાલ શર્મા (રહે, કૈલાશનગર સોસાયટી ડુંભાલ)એ કાપડ દલાલ નરેન્દ્ર મુરલીધર મુન્દ્રા (રહે, પીંકસીટી ઍપાર્ટમેન્ટ મોટન ટાઉન પરવત પાટીયા)એ અલગ અલગ બીલચલણથી કુલ રૂપિયા ૧૬,૨૬,૫૬૧ નો ક્વોલીટીનો બ્લીચ કાપડનો માલ ખરીદ્યો હતો.
દરમ્યાન માર્કેટના ધારાધોરણ પ્રમાણે નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા જુનેદ કુંદને પેમેન્ટની ઉઘરાણી કરતા આરોપીઓએ ગાળાગાળી ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી દુકાન અને ગોડાઉનના શટરને તાળા મારી ઉઠમણું કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે જુનેદની ફરિયાદ લઈ બંને સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500