રિંગરોડ ઉધના દરવાજા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઓફિસ ધરાવતા વેપારી પાસેથી પુને, હરીયાણા અને કલકત્તાના વેપારીઓએ કુલ રૂપિયા ૧૫.૬૧ લાખનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ ઘોડદોડ રોડ સંકલ્પ સોસાયટીમાં રહેતા વેપારી સાકેત ગિરધારીલાલ વૈધ (ઉ.વ.૪૮) ઉધના દરવાજા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઓફિસ ધરાવે છે. સાકેતભાઈને વિશ્વાસમાં લઈ નિલેશ સુભાષ દ્રિવેદી (રહે, ફરીદાબાદ સેક્ટર-૧૯ હરીયાણા), સુજીત ગંગાધરન પુધીયાતીલ (રહે, સોમનાથનગર વડગામ શેરી પુણે મહારાષ્ટ્ર), રાકેશ ત્રિપાઠી (રહે, ચંદી અર્થ મુવર્સના કર્તાહતા, બિટી રોડ કોસીપોર કલકત્તા) અને ઍસ.કે.ન્યુટ્રીશનના કર્તાહર્તા (ર૯, આશીર્વાદ ટાવર અલ્ટીમેટ જીમની સામે પુના મહારાષ્ટ્ર)એ ગત તા ૨૯ જુન ૨૦૧૯ના રોજ કુલ રૂપિયા ૧૫,૬૧,૮૫૫નો ડાયટરી સપ્લીમેન્ટ અને પ્રોટીન પાવડરનો માલ ખરીદ્યો હતો.
અગાઉથી જ નક્કી કરેલા કાવતરાના ભાગરૂપે આરોપીઓએ માલ ખરીદ્યા બાદ નક્કી કરેલ સમયમાં પેમેન્ટ નહી આપી ગલ્લા તલ્લા કર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી છેતરપિંડી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500