જૂનાગઢમાં આવેલી ભવનાથ તળેટીમાં ગત તા.11 અને 12મી સપ્ટેમ્બરના રોજ રાજ્ય કક્ષાની યંગ મુડો સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. જેમાં સમગ્ર રાજયમાંથી અંદાજિત 125 ભાઈઓ અને બહેનોએ અલગ-અલગ કેટેગરીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ મિક્સ માર્શલ આર્ટસની નવી ગેમ્સ તરીકે પ્રચલિત થયેલી યંગ મુડોની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભરૂચમાં ટ્રેનિંગ લઈ રહેલા 4 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં નિલય પટેલ અને રુદ્રાક્ષ પંડ્યાએ અંડર 14માં ભાગ લીધો હતો, જયારે ઉજ્જલ પટેલ અને ચિરાગ માછીએ અંડર-19ની કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો.
આ બંને કેટેગરીની સ્પર્ધામાં ભરૂચ શહેરના ચારેય સ્પર્ધકોએ વિજેતા થઈને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ચારેય સ્પર્ધકો આગામી સમયમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં માટે પસંદગી પામ્યા છે. રાષ્ટ્રીય યંગ મુડો સ્પર્ધા માટે પસંદગી પામેલા રમતવીરોને ગુજરાત યંગ મુડો એસોસિએશનના ટેકનીકલ ડાયરેક્ટર રવિન્દ્ર પટેલ, સેક્રેટરી ભરત દિવાકર પ્રમુખ નદીમભાઈ તેમજ ગૌરવ ઠક્કરે અભિનંદન પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application