Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના હીંદલા પાસે કાર અડફેટે ચાર વર્ષીય બાળકનું મોત

  • December 29, 2021 

સોનગઢના હિંદલા ગામની નર્સરી પાસે સ્વીફ્ટ કારની અડફેટે ચાર વર્ષીય બાળકનું મોત નિપજ્યું હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.


મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના હિંદલા ફોરેસ્ટ નર્સરી સામે શ્રાવણીયા ગામની સીમ માંથી પસાર થતો મેઇન રોડ ઉપર મંગળવારે સાંજે એક સ્વીફ્ટ કાર નંબર જીજે/૨૬/એ/૭૫૫૬નો ચાલક અરવિંદભાઇ શાંતુભાઇ ગામીત રહે,લવચાલી ગામ તા.સોનગઢ નાનો પોતાની કબજાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી રસ્તાની બાજુમાં માતા સાથે ચાલતો ચાર વર્ષીય બાળક જોસેફકુમાર રતીલાલભાઇ ગામીતને અડફેટમાં લેતા જોસેફકુમારને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા ઈમરજન્સી સેવા ૧૦૮ની મદદથી સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબીએ બાળકને મૃત જાહેર કર્યો હતો. જેને લઇ પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.



બનાવ અગે મૃતક બાળકની માતા ઉર્મીલાબેન રતીલાલભાઇ ગામીત રહે, હિંદલાગામ,નીશાળ ફળીયું તા.સોનગઢ નાઓની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે સ્વિફટફોર વ્હિલ ગાડીનો ચાલક અરવિંદભાઇ શાંતુભાઇ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application