ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લામાં સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં મોહનપુરા નગરમાં માટીની ભેખડ ધસી પડતા તેની નીચે દટાઈ જવાથી ચાર મહિલાઓના મોત થઈ ગયા છે. કાસગંજ જિલ્લામાં એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેટલીક મહિલાઓ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન માટીની જરૂર પડતી હોય છે તેથી સત્સંગમાં હાજર મહિલાઓ મોટી સંખ્યામાં માટી લેવા ગઈ હતી. જ્યાં માટી ખોદતી વખતે આખી ભેખડ મહિલાઓ પર ધસી પડી હતી. જ્યારે બીજી તરફ બે ડર્ઝનથી વધુ મહિલાઓ અને બાળકો માટીની અંદર દટાઈ ગયા છે. તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. સૂચના મળતા જ પોલીસ એને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
સુરંગ એટલી ઊંડી હતી કે, નીચે દટાયેલ મહિલાઓ અને બાળકોને બહાર કાઢવા માટે જેસીબી બોલાવવી પડી હતી. બહાર નીકાળવામાં આવેલ મહિલાઓ અને બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના મોહનપુરા નગરમાં રામપુર અને કાતૌર ગામ વચ્ચે આજે સવારે સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે રામપુર ગામની મહિલાઓ અને બાળકો અહીં માટી લેવા માટે આવ્યા હતા. આ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી આવી હતી. માટી નીચે લગભગ 20 મહિલાઓ અને બાળકો દટાય ગયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે માટીની ભેખડ ખૂબ જ ખોખલી હતી. જ્યારે મહિલાઓ અને યુવતીઓ માટી ખોદી રહ્યા હતા.
ત્યારે તે તેમના પર ધસી પડી. ખૂબ જ ઉંડા હોવાના કારણે દરેક લોકો માટીમાં ઊંડે દટાઈ ગયા. રેસ્ક્યુ માટે આવેલી ટીમે જેસીબીની મદદથી માટી હટાવવાની કામગીરી કરી હતી. એક પછી એક એમ તમામ મહિલાઓ અને યુવતીઓને બહાર કાઢવામાં આવી. તેઓને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે એક ચાર મહિલાઓને મૃત જાહેર કરી છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ જિલ્લાધિકારી મેધા રૂપમ, એસપી અપર્ણા રજત કૌશિક, ધારાસભ્ય હરિઓમ વર્મા અને ભાજપ જિલ્લા અધ્યક્ષ કેપી સિંહ સોલંકી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટે ગ્રામીણો પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટનાનું સંજ્ઞાન લીધું છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય સારવાર અપાવવાનો નિર્દેશ આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application