Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : ચાર અજાણ્યા યુવકોએ એક યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • January 09, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં મીરકોટ ગામની સીમમાંથી પસાર થતો લક્કડકોટ જવાના રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યામાં એક ફોર વ્હીલ ગાડીમાંથી ચાર અજાણ્યા યુવકો ઉતરી સોનગઢ ખાતેના એક યુવકને પેટના ભાગે ચપ્પુ વડે બે-ત્રણ ઘા મારી ઈજા પહોંચાડી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



મળતી માહિતી મુજબ, સોનગઢના બાપાસીતારામ નગરમાં રહેતો આશિષભાઈ નિમ્બાભાઈ પાટીલ (ઉ.વ.29)નાંઓ ગત તારીખ 06/01/2024નાં રોજ મોડી સાંજે પોતાના કબ્જાની બાઈક લઈ ઉચ્છલ તાલુકાનાં મીરકોટ ગામની સીમમાંથી પસાર થતો લક્કડકોટ જવાના રસ્તાની બાજુમાંથી પસાર થતાં હતા. તે સમય દરમિયાન ચાર અજાણ્યા યુવકો શરીરે મજબુત બાંધાના જેમની ઉંમર આશરે 25થી 30 વર્ષની હશે જેઓ મોઢા ઉપર રૂમાલ બાંધી એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડીમાં આવ્યા હતા. તેમજ આશિષભાઈને રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યામાં આશિષભાઈને પકડી તેમાંથી એક યુવકે આશિષભાઈનાં પેટના ભાગે ચપ્પુ વડે બે-ત્રણ ઘા મારી ઈજા પહોંચાડી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે આશિષભાઈ પાટીલ નાએ ગત તારીખ 07/01/2024નાં રોજ ઉચ્છલ પોલીસ મથકે ચાર અજાણ્યા યુવકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application