Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં અકસ્માતના બે જુદાજુદા બનાવોમાં ચાર ટ્રકોનો અકસ્માત

  • February 01, 2024 

મનિષા એસ.સુર્યવંશી/તાપી : તાપી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ પર અકસ્માતના બે જુદાજુદા બનાવોમાં ચાર ટ્રકોને અકસ્માત નડ્યો હતો, જોકે આ અકસ્માતના બને બનાવમાં સદનસીબે કોઈ જાન હાની થઇ નથી.


મળતી માહિતી મુજબ તાપી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર બુધવાર નારોજ અકસ્માતના બે જુદાજુદા બનાવો બનવા પામ્યા હતા.વ્યારાના વીરપુર ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે પર ટર્નીંગ પોઈન્ટ પાસે એક ડમ્પર અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.જોકે આ અકસ્માતમાં ટ્રકમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.જયારે અકસ્માતના બીજા બનાવમાં વ્યારાના ટીચકપુરા ગામના નેશનલ હાઈવે માર્ગ પર શેરડી ભરી લઇ જતી એક ટ્રકનું ટાયર એકાએક ફાટતા ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો આ દરમિયાન બાજુમાં શેરડી ભરી ચાલતી ટ્રક સાથે અડી જતા બને ટ્રકોએ પલટી મારી હતી.આ અકસ્માતના બનાવમાં પણ કોઈને જાન હાની પહોંચી નથી. આમ એકજ દિવસમાં નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર અકસ્માતના બે જુદાજુદા બનાવો બનવા પામ્યા હતા. જોકે આ મામલે મોડીસાંજ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application