લોકસભા ચૂંટણી દરમિયાન ઉમેદવારો મતદારોને આકર્ષવા અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. મીડિયા અહેવાલ મુજબ આ વખતે ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે તમાકુ, ખુશબુદાર ગુટખા, સ્માર્ટ ટીવી જેવી ચીજો પણ ઓફર કરી રહ્યા છે. જાણકારનો કહેવા પ્રમાણે ચૂંટણીમાં લ્હાણી તરીકે પાન-મસાલાનો આપવા સામાન્ય નથી. સામાન્ય રીતે લોકોને કપડાંની ઓફર કરવામાં આવે છે. મુખ્ય ચૂંટણી અધિકારી વેન્કટેશ કુમારે જણાવ્યું કે, જપ્ત કરાયેલી સામગ્રીમાં કુકર, મિક્સર, સાડીઓ, ચુડીદાર, દુપટ્ટા અને ટ્રાઉઝર સામેલ છે. બિદર, શિવમોગા, ચિકમંગલુરુ અને ગુલબર્ગા આ લિસ્ટમાં સૌથી ઉપર છે.
ગેરકાયદે વહેંચવામાં આવી રહેલા આ સામાન જપ્ત કરીને પર પોલીસે ધરપકડની કાર્યવાહી શરુ કરી છે. રિપોર્ટ અનુસાર, પોલીસે શિવમોગામાં ચોખા, મીઠુ અને તેલના પાઉચ પણ પકડ્યા છે. ચૂંટણી અધિકારીના કહેવા પ્રમાણે, આ વખતે કરિયાણાનો સામાન સૌથી વધુ પ્રમાણમાં જપ્ત થઈ રહ્યો છે. મતદારોને લલચાવવા અપાતી સામગ્રીમાં ટામેટા સોસ, ટીવી બોક્સ, ટી બેગ અને ખુશબુદાર તમાકુ સામેલ છે. મુખ્ય ચૂંટણી અધિકારી વેન્કટેશ કુમારે જણાવ્યું કે, હજુ સુધી એ નિશ્ચિત નથી કે આ સામાનનો ઉપયોગ મતદારોને આકર્ષવા માટે કઇ પાર્ટીના કાર્યકરો દ્વારા થઈ રહ્યો હતો.
પરંતુ બિલ વિનાનો આટલી મોટી માત્રામાં સામાન વહેંચવો એ ગુનો છે. આ ઉપરાંત, બિદરમાંથી રુપિયા 10 લાખની કીંમતના ચાર હજાર કિલો પાન મસાલાનો જથ્થો જપ્ત કરાયો છે. મતદારોને આકર્ષવા માટે પાનમસાલનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. ચિકબલ્લાપુર પોલીસે 96 મોંઘી ઘડિયાલ પણ જપ્ત કરી છે, જેની કીંમત રૂપિયા 24 લાખ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કર્ણાટકમાં ચૂંટણી પૂર્વેની લ્હાણી કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સંઘર્ષનો મુદ્દો બન્યો છે. કોંગ્રેસના એમપી ડીકે સુરેશ સામે જેડીએસ પ્રમુખ એચડી દેવેગૌડાની ફરિયાદને પગલે ચૂંટણી પંચે તાજેતરમાં કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીને તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500