ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં શનિવારે સેનાના જવાનથી ભરેલી ટ્રક ખીણમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં ચાર જવાનના મોત થઈ ચુક્યા અને ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય અનેક જવાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સેના જવાનો બચાવ અભિયાનમાં જોડાઈ ગયા છે. તારીખ 31 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મેંઢર તહેસીલના નિયંત્રણ રેખા (LOC) પર બલનોઈ વિસ્તારમાં સેનાના વાહન સાથે દુર્ઘટના ઘટી હતી. તે સમયે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ સેનાનું વાહન જવાનને લઈને ઓપરેશન ડ્યુટી પર જઈ રહ્યું હતું. આ દરમિયાન વાહન આશરે ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં વાહનમાં હાજર પાંચ જવાનોનું મોત નિપજ્યું હતું. જોકે, પાંચ અન્ય ગંભીર રૂપે ઘાયલ થયા હતાં. જેને પૂંછની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application