Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાટણનાં સાંતલપુરમાં સર્જાયેલ અકસ્માતમ એક જ પરિવારનાં ચાર વ્યક્તિઓનાં મોત, ત્રણ ઈજાગ્રસ્ત

  • December 13, 2023 

પાટણનાં સાંતલપુરમાં અકસ્માતમની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના મોત થયા છે, જયારે 3 ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલ જોષી પરિવાર લગ્ન પ્રસંગ માટે જઇ રહ્યો હતો. ત્યારે વચ્ચે પાટણનાં સાંતલપુર ફાંગલીથી ચાકકણા રોડ પર સ્વિફ્ટ કાર કાબૂ ગુમાવતા ખાડામાં ખાબકી હતી.




એટલું જ નહિ એવુ જણાવવમાં આવ્યુ છે કે, રસ્તામાં કારની વચ્ચે અચાનક જંગલી પ્રાણી આવતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પાણી ભેરલા ખાડામાં ખાબી હતી. જેમા ચાર લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં એક પુરૂષ, એક મહિલા અને બે યુવતીઓનું મોત થયું હતું. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા જ કારમાં સવાર ચારેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તાત્કાલિક જ તમામ મૃતદેહને પીએમ માટે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application