Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાઈવે પરથી દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટીસ સાથે ફ્રૂટનો ધંધો કરતા ચાર શખ્સ પકડાયા

  • November 06, 2024 

અમદાવાદથી રાજકોટ તરફ આવતા હાઇવે ઉપર લાલપરી નદીના પૂલ પાસેથી એસઓજીએ દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટીસ સાથે ફ્રૂટનો ધંધો કરતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. આ તમામને એસઓજીએ એક દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ આગળ ધપાવી છે. પૂછપરછમાં મધ્યપ્રદેશથી હથિયાર લઇ આવ્યાની કબૂલાત આપી છે. એસઓજીનાં પીઆઈ એસ.એમ.જાડેજા અને પીએસઆઈ આર.જે.કામળીયાએ મળેલી ચોક્કસ બાતમીના આધારે લાલપરી નદીના પૂલ પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થયેલી સ્વીફટ કારને અટકાવી તલાશી લેતા અંદરથી દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતાં.


તે સાથે જ કારમાં બેઠેલા સંદીપ સુદામાભાઈ નાવાણી (ઉ.વ.૩૨, રહે.અર્પણ પાર્ક શેરી નં. ૧, રેલનગર), અભય ઉર્ફે લાલો ચંદુભાઈ મારુનિયા (ઉ.વ.૨૬, રહે. એકતા સોસાયટી શેરી નં.૨, ભગવતીપરા), મયુર પ્રકાશભાઈ ટોલાણી (ઉ.વ.૨૪, રહે. ગુરુજીનગર નજીક, રૈયા ગામ) અને વિક્કી ઉર્ફે અજય સુરેશભાઈ વધવા (ઉ.વ.૨૫, રહે.ઋષિકેશ સોસાયટી શેરી નં. ૩, રેલનગર)ની એસઓજીએ ધરપકડ કરી હથિયાર, કાર્ટીસ, કાર, ચાર મોબાઇલ કબ્જે કર્યા હતાં. એસઓજીનાં સુત્રોએ જણાવ્યું કે ચારેય આરોપીઓ ફ્રૂટનો ધંધો કરે છે. અલગ-અલગ એરિયામાં ફ્રૂટની લારી ચલાવે છે.


દિવાળીની રજા હોવાથી મહારાષ્ટ્રના ભૂસાવડમાં ફરવા ગયા હતા. જ્યાં બે દિવસ રોકાયા બાદ મધ્યપ્રદેશની બોર્ડર પર આવતા કરનાલ ગામમાંથી આઝાદસિંગ નામના શખ્સ પાસેથી સંદીપે રૂા. ૨૫ હજારમાં દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીસની ખરીદી કરી હતી. પુછપરછમાં સંદીપે એમ કહ્યું છે કે, તે સાધુ વાસવાણી રોડ ઉપર ફ્રૂટની લારી ચલાવે છે. અવારનવાર બીજા વેપારીઓ  સાથે માથાકૂટ થતી હોવાથી હથિયારની ખરીદી કરી હતી. જેને કારણે બાકીના ત્રણ શખ્સો પણ આરોપી બની ગયા હતા. ઝડપાયેલા આરોપીઓમાંથી એકથી બે આરોપીનો ગુનાઇત ઇતિહાસ હોવાની માહિતી એસઓજીને મળી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application