અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી પોલીસે ચાર ઈસમોને સીસીટીવીનાં આધારે સુરતથી ઝડપી પાડ્યા હતાં.
ગત તારીખ ૧ના અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સીટી રોડ પર આવેલ લાઈન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોએ ઓફ્સિમાં રહેલ લોખંડના કબાટમાંથી રોકડ રૂપિયા ૮૦ હજારની ચોરીના ગુનાને અંજામ ભરત સોનવણેએ ધોરણ ૧થી ૯ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂ.૮૦ હજાર એડમીન રૂમની તિજોરીમાં મૂક્યા હતા જેની તસ્કરો ચોરી કરી હતી. જી.આઈ.ડી.સી.પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરતાં સુરતના પાંડેસરાની ભગવતી નગરમાં રહેતો અનિલ ચંદેકામી બીક, હિતેશ રૂપસિંગ વિશ્વકર્મા, ભીમ રતિ દાસ અને અમન ધનબીરે બીસ્ટને ઝડપી પાડ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application