Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે ચાર ઇસમો પકડાયા

  • November 09, 2022 

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે સારંગપુર ગામના પાટિયા પાસેથી બાતમીના આધારે શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે ચાર ઇસમોને ૫.૩૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.પોલીસે ૧.૩૮ લાખનું ભંગાર અને ટેમ્પો મળી કુલ ૫.૩૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.


આઈસર ટેમ્પો નંબર-જી.જે.૧૬.એ.વી.૫૩૧૫ ઝઘડિયા તરફથી ગેરકાયદેસર રીતે ભંગાર ભરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી બાજુ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે સારંગપુર ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી.પોલીસે બાતમી વાળો ટેમ્પો આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી લોખંડા સળિયા સહિતનો ૩૯૫૦ કિલો ગ્રામ ભંગારનો જથ્થો મળી આવ્યો હતો.



પોલીસે ટેમ્પો ચાલકની પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહિ આવતા જી.આઈ.ડી.સી.પોલીસે મૂળ યુપીના અને હાલ અંસાર માર્કેટમાં કિશન અગ્રવાલના ગોડાઉનમાં રહેતો ટેમ્પો ચાલક જીતેન્દ્ર નિર્મલ ખરવા,પલકધારી જવાહાર જેસ્વાલ,રીન્કુ ઝીંક કહાર અને સુરેશ રામબચન સિંગને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા પોલીસે ૧.૩૮ લાખનું ભંગાર અને ટેમ્પો મળી કુલ ૫.૩૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application