સુરત શહેરનાં કતારગામ જી.આઇ.ડી.સી.માં સવારે ગેરકાયદેસર સિલિન્ડર માંથી ગેસ રિફિલિંગ દરમિયાન અચાનક જોરદાર પ્રંચડ બ્લાસ્ટ થયા બાદ આગ લાગતા ચાર લોકો દાઝી ગયા હતા. જેથી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્મીમેર હોસ્પિટલ અને ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ, કતારગામ નવી જી.આઇ.ડી.સી.માં એક કાચી ખોલીમાં 35 વર્ષીય મુન્ના વિનોદ પટેલ ગેસ રિફિલિંગનું કામ કરે છે. જોકે ગતરોજ સવારે મુન્ના સહિતના વ્યકિત મોટા સિલિન્ડર માંથી નાના સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરતા હતા.
તે સમયે ગેસ લીકેજના લીધે ફેલશ ફાયર થવાના લીધે જોરદાર અવાજ સાથે બ્લાસ્ટ થયા પછી આગનો ભડકો થયો હતો. જેમાં ત્યાં હાજર મુન્ના છોટુ દામોદર માથુર, બેરૂન ભરોસિંગ સગવર, અને ઓમપ્રકાશ સુધીર સગવર શરીરના ભાગે દાઝી ગયા હતા. દાઝી ગયેલા ચારેય વ્યક્તિઓ 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે. જ્યાં ચારેય 50 ટકાથી વધુ દાઝી ગયા હોવાથી હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જયારે ગેરકાયેદસર ગેસ સિલિન્ડર રિફિલિંગ કરવામાં આવતુ હતુ. જોકે ત્યાં જોરદાર ધડકા સાથા બ્લાસ્ટ થયા બાદ આગનો ભડકો થયો હતો. જેના લીધે પતરા તુટી ગયા, ખોલીમાં સામાન વેરવિખેર થઇ ગયો સહિતની ચીજ વસ્તુઓને નુકશાન થયુ હતુ. આ બનાવના લીધે ત્યાં હાજર લોકો અને આજુ બાજુના લોકોમાં ગભરાઇ જઇને ભાગદોડ થઇ જવા પામી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500