જૂનાગઢના પાદરીયા નજીકથી બે દિવસ પહેલા પીઆઈ પર હુમલો કરી ફરાર થઈ ગયેલા બુટલેગર સહિત ચાર શખ્સને એલસીબીએ રાજસ્થાનના જોધપુરની હોટલમાંથી પકડી લઈ જૂનાગઢ લઈ આવી હતી. આ શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી એસએમસીએ પકડેલા દારૂના ગુનામાં બુટલેગર લખન મેરૂ ચાવડા ફરાર હતો.
ત્રણ દિવસ પહેલા લખન મેરૂ ચાવડા પાદરીયા નજીક આવેલા ફાર્મ ખાતે લગ્નમાં આવ્યો હોવાની બાતમીના આધારે તપાસનીશ અધિકારી વી.જે. સાવજ સહિતનો સ્ટાફ પકડવા ગયો ત્યારે બુટલેગર લખન મેરૂ ચાવડા તેમજ આઠ અજાણ્યા શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો હતો. બાદમાં બુટલેગર સહિતના શખ્સો નાસી ગયા હતા. ફરાર બુટલેગર રાજસ્થાનના જોધપુરમાં આવેલી હોટલ ડેઝલમાં છુપાયો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીના પીએસઆઈ ડી.કે. ઝાલા, વાય.પી. હડીયા સહિતના સ્ટાફે રાજસ્થાનના જોધપુર જઈ સ્થાનિક પોલીસની મદદથી હોટલ ડેઝલમાંથી લખન મેરૂ ચાવડા તથા તેને કારમાં જોધપુરમાં લઈ જનાર સુનિલ લાખા ભારાઈ, અલી ઉર્ફે બબલુ રફીક મકરાણી અને જયેશ ઉર્ફે ઈલુ અશોક ગાંગડીયાને પકડી લઈ જૂનાગઢ લઈ આવી અટકાયત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application