Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત અને વલસાડમાં હાર્ટ એટેકથી ચાર લોકોના મોત

  • February 06, 2024 

ગુજરાતમાં હવે હાર્ટએટેક જે રીતે લોકોના ભોગ લઈ રહ્યા છે તે જોતા યુવા વર્ગ પર મોટો ખતરો છે. નાની ઉંમરમાં આવતા હાર્ટ એટેકથી યુવાઓને પ્રાણ ઉડી રહ્યાં છે. ત્યારે દક્ષિણ ગુજરાત મોતના મુખમાં બેઠું હોય તેવું લાગે છે. વલસાડમાં આજે ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. તો બીજી તરફ, સુરત શહેરમાં ત્રણ યુવકો બેભાન થઈને ઢળી પડ્યા હતા. ત્રણેયનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. 


વલસાડના પારનેરા ગામની આ ઘટના છે. પારનેરાના ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થયું છે. વહેલ સવારે આયુષ નામના સગીર વિદ્યાર્થીને હાર્ટએટેક આવ્યો હોવાને લીધે નિધન થયું છે. 15 વર્ષીય આયુષ પગમાં દુઃખાવો હોવાની માતાને સતત ફરિયાદ કરતો હતો. તે ત્રણ દિવસથી બીમાર હતો, અને અચાનક તેનું હૃદય બંધ પડ્યુ હતું. 15 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થતા પરિવાર અને પારનેરા ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે. સુરત શહેરમાં ત્રણ અલગ અલગ બનાવોમાં બેભાન થઈ ગયા બાદ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. 


ઉમરામાં હવન-યજ્ઞ દરમ્યાન યુવક બેભાન થઈ ઢળી પડતા મોતને ભેટ્યો હતો. અડાજણ શાંતિવિલા ખાતે રહેતા રિતેશ ભરતભાઇ પંડ્યા પૂજા-પાઠ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા. તેઓ ઉમરા રામનાથ ઘેલા મંદિર ખાતે તેઓ હવન યજ્ઞ કરવા ગયા હતા. યજ્ઞમાં બેઠેલા રીતેશ એકાએક બેભાન થઈ ઢળી પડતા તાત્કાલિક નવી સિવિલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા ઉમરા પોલીસે પીએમનો પ્રક્રિયા હાથ ધરી છે.


બીજા બનાવમાં વરાછા સ્થિત રામજી મંદિર નજીક ગણેશ એપાર્ટમેન્ટ માં રહેતા અર્જુન વલ્લભભાઈ રાવળનું મોત થયું હતું. વહેલી સવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક યુવક મંડપ ડેકોરેશના વ્યવસાય સાથે સંકળાયેલ હતો ત્રીજા બનાવમાં ભગીરથ નગરમાં રહેતા રત્ન કલાકારનું અચાનક બેભાન થયા બાદ મોત થયું હતું. 42 વર્ષીય જગદીશ બટુકભાઈ વાવા એકાએક બેભાન થઈ ઢળી પડતા મોતને ભેટ્યા હતા. જેમાં હાર્ટ અટેકના કારણે મોત નિપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application