Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીના વાઘછીપા ગામેથી જીઆરડી જવાન સહિત ચાર ઈસમો ટેમ્પોમાંથી ઈલેકટ્રીક મીટરની ચોરી કરતા ઝડપાયા

  • January 30, 2025 

વાપીના વાઘછીપા ગામના ત્રણ રસ્તા પાસે જીઆરડી જવાન સહિત ચાર ઈસમોએ ટેમ્પોમાંથી ઈલેકટ્રીક મીટરની ચોર કરવા અજબ કિમિયો અજમાવ્યો હતો. મળતી વિગતો મુજબ રઈશ અહમદ અન્સારી બિપીન ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેઓ ગત તારીખ ૨૭ જાન્યુઆરીના રોજ રાત્રે ટેમ્પોમાં સ્નાઈડર ઇલેક્ટ્રિક ઈન્ફેક્ટર કંપનીમાંથી ૧૨ કાર્ટુન લઈને નાસિક જવા નીકળ્યા હતા. સવારે સાડા ચારેક વાગ્યે વાઘછીપા ત્રણ રસ્તા પાસે એક જી.આર.ડી. જવાને તેમને રોક્યા હતા. દરમિયાન ત્રણ અન્ય વ્યક્તિ ત્યાં આવી હતી.


જેમાંથી એક 'હેત્તલ' નામના વ્યક્તિએ ડ્રાઈવર સાથે વાતચીત કરી હતી. જ્યારે અન્ય બે વ્યક્તિઓએ વાહનમાંથી એક કાર્ટુનની ચોરી કરી હતી. કાર્ટુનમાં બે ઇલેક્ટ્રિક મીટર હતા, જેની કુલ કિંમત રૂ.૭,૫૪૨ છે. વાહનમાં ચોરી થયાનું જણાતા તેમણે તરત જ કંપનીના મેનેજર શ્રીપાટ માધવ કુલકર્ણીને જાણ કરી હતી અને પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ભેગા મળી આ ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ.


જેથી આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ નજરે પડ્યા હતા. જેને આધારે જીઆરડી જવાન હેતલભાઈ બાબુભાઈ ધોડીયા પટેલ (રહે. પરવાસા), પીયુષભાઈ સુભાષભાઈ ધોડીયા પટેલ (રહે.પરવાસા ધનખાઈ ફળિયું), હરેન્દ્ર ધીરૂભાઈ ધોડીયા પટેલ (હાલ રહે. સુખેશ ગામ, ખુટાડીયા ફળિયુ, મુળ રહે. ભીખીબાઈ ચાલ, ચીનચોલી બંદર રોડ, મલાડ વેસ્ટ મુંબઈ) તથા મિલનભાઈ રમણભાઈ ધોડીયા પટેલ (રહે. સુખેશ ગામ, ખુટાડીયા ફળિયાની) પોલીસે ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application