દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ)માં લાંચ લઇને નોકરી આપવાનો કેસ સામે આવ્યો છે. લાંચ સાથે સંકળાયેલ આ કેસ કંપનીમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ટી.સી.એસ. છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે ૫૦,૦૦૦ કર્મચારીઓની ભરતી કરે છે. ટી.સી.એસ.ના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પોતાના ઉમેદવારોનો નોકરી આપવાના બદલે સ્ટાફિંગ કંપનીઓ પાસેથી લાંચ લઇ રહ્યાં હતાં. અહેવાલ અનુસાર આ કૌભાંડ ઘણા વર્ષોથી ચાલી રહ્યું હતું.
આ કેસ સામે આવ્યા પછી ટાટા જૂથની કંપની ટી.સી.એસ.એ તાત્કાલિક કાર્યવાહી કરી છે. કંપનીએ પોતાના રિસોર્સ મેનેજમેન્ટ ગુ્રપ (આરએમજી)ના ચાર અધિકારીઓને બરતરફ કરી દીધા છે અને ત્રણ સ્ટાફિંગ કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અહેવાલ અનુસાર સમગ્ર કેસ એ સમયે સામે આવ્યો જ્યારે એક વ્હિસલબ્લોઅરે કંપનીના સીઇઓ અને સીઓઓને પત્ર લખી દાવો કર્યો હતો કે, આરએમજીના ગ્લોબલ પ્રમુખ, ઇએસ ચક્રવર્તી ઉમેદવારોને નોકરી આપવા માટે કંપની માટે સ્ટાફની હયરિંગ કરતી સ્ટાફિંગ કંપનીઓ પાસેથી લાંચ લઇ રહ્યાં હતાં.
તપાસ પછી ટી.સી.એસ.એ પોતાના રિક્રૂટમેન્ટ પ્રમુખને રજા પર મોકલી દેવામાં આવ્યા હતાં અને આરએમજીના ચાર અધિકારીઓને બરતરફ કરી દેવામાં આવ્યા છે. ઇએસ ચક્રવર્તીને ઓફિસ આવવાથી રોકી દેવામાં આવ્યા હતાં. આ સાથે જ ડિવિઝનના એક અન્ય અધિકારી અરૂણ જીકેને પણ કંપનીએ બરતરફ કરી દીધા હતાં. અહેવાલમાં એક અધિકારીના સંદર્ભથી જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ત્રણ વર્ષોમાં કંપનીએ કોન્ટ્રાકટર્સ સહિત ત્રણ લાખ લોકોને નોકરી આપી હતી. તેમણે જણાવ્યા મુજબ એક અંદાજ મુજબ કૌભાંડમાં સામેલ લોકોએ કમીશન દ્વારા ઓછામાં ઓછા ૧૦૦ કરોડ રૂપિયા કમાવ્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500