Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડમીકાંડના વધુ ચાર આરોપીઓ પકડાયા, આરોપીઓની સંખ્યા બાવન થઈ

  • April 27, 2023 

રાજ્યના સૌથી મોટા ચકચારી ડમીકાંડમાં એક પછી એક નવા શખ્સોના નામ ખુલવા લાગતા આરોપીઓની સંખ્યા બાવન થઈ ગઈ છે. ત્યારે એસઓજીની ટીમે ડમીકાંડના વધુ ચાર આરોપીઓને દબોચી લીધા છે. ઝડપાયેલા ચાર શખ્સને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.


બોર્ડની પરીક્ષા અને સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં હજારોથી લઈ લાખો રૂપિયાનો વહીવટ કરી ડમી ઉમેદવાર-પરીક્ષાર્થી બેસાડવાના કૌભાંડમાં સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે મહેશ રામજીભાઈ ચૌહાણ (ઉ.વ.૨૭, રહે, ગોંદરા વિસ્તાર, દિહોર, તા.તળાજા), વિજય ધુડાભાઈ જાંબુચા (ઉ.વ.૨૫, રહે, લાખણકા રોડ, કાતર વાડી વિસ્તાર, ખડસલિયા, તા.ભાવનગર), રિયાજ કાદરભાઈ કાલાવડિયા (ઉ.વ.૩૩, રહે, સરતાનપર રોડ, એ-વન પાર્ક, બેન્ચાની સામે, તળાજા) અને પ્રતિપાલસિંહ જયુભા ગોહિલ (ઉ.વ.૩૦, રહે, ત્રાપજ હાઈસ્કૂલ પાછળ, તળાજા) નામના ચાર શખ્સને ઝડપી લીધા હતા.



આ શખ્સોએ પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવાના-બેસવાનું કૌભાંડ આચર્યું હતું. આ ઉપરાંત મુખ્ય કૌભાંડી શરદની કબૂલાત પર મંગળવારે ડમીકાંડમાં ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા, કિર્તી પનોત અને સંજય સોલંકી નામના શખ્સની ધરપકડ કરી હતી. આ ચારેય શખ્સને કોર્ટમાં રજૂ કરી તા.૨૭-૪ને ગુરૂવારે સાંજે ૪ કલાક (એક દિવસ)ના રિમાન્ડ મેળવવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.


ઉલ્લેખનિય છે કે, બહુચર્ચિત ડમી કૌભાંડમાં પ્રથમ ૩૬ શખ્સ સામે એલસીબીના ઈન્ચાર્જ પીઆઈએ ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ કૌભાંડના મુખ્ય સુત્રધારો અને તેના મળતિયાઓને પોલીસે ઉઠાવી લઈ આગવીઢબે પૂછતાછ કરતા છેલ્લા ૧૨ દિવસમાં ડમીકાંડનો રેલો વધુ ૧૬ શખ્સની નીચે ઉતર્યો છે. જેના કારણે આજની સ્થિતિએ ડમીકાંડમાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓની સંખ્યા બાવન થઈ ચુકી છે. હજુ આગામી દિવસોમાં પણ ડમીકાંડમાં આરોપીઓનો આંકડો વધશે તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News