વલસાડનાં ધરમપુર રોડ પર આવેલ બોદલાઈ ગામે રસ્તાની બાજુએ ઝાડી ઝાંખરામાંથી આશરે ૪ માસનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યુ હતું. વલસાડ જિલ્લામાં ખાસ કરીને પરપ્રાંતિય વસતીથી ઉભરાતા ઉંમરગામથી વાપી વિસ્તારમાં પાછલા ચાર-પાંચ વર્ષમાં નવજાત બાળકીઓને ત્યજી દેવાની ઘટનાઓ સામે આવે છે. જેમાં મુખ્યત્વે કુંવારી માતા બનેલ તરૂણીના પરિજનો દ્વારા સમાજમાં બદનામીના ડરથી તાજી જન્મેલી બાળકીઓને અવાવારૂ સ્થળે ત્યજી દેવાતી હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતું.
જયારે ગતરોજ એક વ્યક્તિ પોતાની દિકરી સાથે બાઈક ઉપર સવાર થઈને સવારે ૯ વાગ્યાના સુમારે વલસાડ-ધરમપુર સ્ટેટ હાઈવે રોડ પર બોદલાઈ ગામેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રસ્તાની બાજુમાં આવેલી ઝાડીમાંમાંથી બાળકના રડવાનો અવાજ આવતા ચાલકે બાઈક રોકીને તપાસ કરી તો તે ચોંકી ઉઠયો હતો. આમ, ઝાડી-ઝાંખરામાં એક આશરે ૪થી ૫ માસનું બાળક ત્યજી દેવાયેલ હાલતમાં જોવા મળ્યુ હતું. ચોંકી ઉઠેલા વ્યક્તિએ બોદલાઈ ગામનાં સરપંચને જાણ કરતા તેમણે વલસાડ રૂરલ પોલીસને જાણ કરી હતી. રૂરલ પોલીસની ટીમે સ્થળ પર દોડી જઈને બાળકને તેમની પી.સી.આર. વાનમાં સુવડાવીને વલસાડ સિવિલમાં ખસેડયુ હતું. બાળકની હાલત સારી છે. પોલીસે આ અંગે વલસાડ બાળ કલ્યાણ વિભાગને જાણ કરી છે અને બાળકના વાલી-વારસને શોધવાની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application