સોનગઢનાં જંગલ વિસ્તારનાં મલંગદેવ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગોલણ ગામે પાણીની ટાંકીનાં બાંધકામ દરમિયાન સ્લેબ સાથે અંદાજિત 50 મીટર ઉપરથી ચાર મજૂરો નીચે ફટકાતા એકનું મોત થયું હતું, જ્યારે ત્રણ પૈકી બેને બીજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં મલંગદેવ ઓટા વિસ્તારમાં પાણી પુરવઠાની બોરીસવાર યોજના હેઠળ દરેક ગામોમાં પાણી પહોંચાડવા ત્રણ ફેસમાં કામો ચાલે છે મલંગદેવ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગોલણ ગામે 65 લીટરની પાણીની ટાંકી બનાવવાનું કામ ચાલે છે.
તે દમિયાન 50 મીટર ઊંચાઈનું સ્ટ્રક્ચર સોમવારે ઊભું કર્યા બાદ મંગળવારે સ્લેબ ભરવાની કામગીરી ચાલતી હતી તે સમયે સાંજે કામગીરી ચાલુ હતી તે વખતે અચાનક ફ્લેટનો એક ભાગ છૂટી પડ્યો હતો જેની સાથે સાથે ચાર મજૂરો 50 મીટર ઊંચેથી નીચે ફટકાયા હતા જેમાં મજૂર અનીલ હોનજીભાઈ ગાવિત (ઉ.વ.36), સુનિલ ટાંકલીયાભાઇ ગાવિય અને અમિત અનીલભાઈ ગામીત (ત્રણેય રહે.ઉકાળાપાણી, તા.નવાપુર, જિ.નંદુરબાર) અને કિશાન છેદીયાભાઈ ગામીત (રહે. મલંગદેવ ગામ, તા.સોનગઢ) ઉપરથી પટકાતા અનિલ ગાવિતનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે ગંભીર રીતે ઘવાયેલા કિશાન ગામીતને વ્યારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરત લઈ જઈ હાથ ધરવામાં આવી હતી, જ્યારે સુનિલ ગાવિત અને અમિત ગાવિતને પણ ઈજા થતાં સુબીર ખાતે સારવાર માટે લઈ જવાયા હોવાનું મલંગદેવના સરપંચએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં સોનગઢ પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500