Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસની કામગીરી : રાણીઆંબા ગામેથી ચાર જુગારીઓને રૂપિયા 1 લાખથી વધુનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા, એક વોન્ટેડ

  • March 02, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં રાણીઆંબા ગામનાં મહુડા ફળિયામાનાં દૂધ ડેરી પાસે ખુલ્લા છાપરામાં જુગાર રમતા 4 જુગારીઓને રૂપિયા 1,06,730/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો આજરોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા.


તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાણીઆંબા ગામનાં મહુડા ફળીયામાં દૂધ ડેરી પાસે ખુલ્લા છાપરામાં કેટલાક ઈસમો મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો પૈસા વતી હાર જીતનો જુગાર કાચી કાપલીઓ ઉપર આંકો લખી રમી રમાડે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચ્યા ત્યાં છાપરામાં એક ઈસમ તેના હાથમાં બુક લઈ બોલપેન વડે કઈક લખતો હતો તેમજ તેની પાસે ઉભા ત્રણ ઈસમો કઈક લખાવતા હતા જેથી પોલીસે કોર્ડન કરી ચારેય જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.


તેમજ સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો જેમાં આંકો લખેલ કાપલીઓ, કોરી બુક, કાર્બન પેપર, બોલપેન, કેલ્કયુલેટર, રોકડા રૂપિયા 11,730/- તથા 3 નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 15,000/- 2 મોટરસાઈકલ જેની કિંમત રૂપિયા 80,000/- મળી કુલ રૂપિયા 1,06,730/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ 4 જુગારીઓ વિરુદ્ધ જુગાર ધરાની કલમ હેઠળ ગુનો નોંધી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે આંકો લખવા બેસાડનાર આરીફ ઉર્ફે ટાલિયો અયુબ પઠાણ (રહે.સોનગઢ)ને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.



પોલીસ રેઈડમાં જુગાર રમતા ઝડપાયેલ 4 જુગારીઓ...

1.સાજીદ મહમ્મદ પઠાણ (રહે.અમન પાર્ક, રાઈસ મીલની બાજુમાં, સોનગઢ),

2.કમલેશ પ્રહલાદગીરી ગોસ્વામી (રહે.મચ્છી બજાર, સોનગઢ),

3.ઈર્ષાદ અલી ફરજનઅલી કુરેશી (રહે.અમન પાર્ક, રાઈસ મીલની બાજુમાં, સોનગઢ) અને

4.સુરેશ કસનજીભાઈ ગામીત (રહે.રાણીઆંબા ગામ, આંબલી ફળિયું, સોનગઢ).

વોન્ટેડ જુગારી...

1.આરીફ ઉર્ફે ટાલિયો અયુબ પઠાણ (રહે.સોનગઢ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application