કર્ણાટકમાં ઝરણા પાસે સેલ્ફી લેતી વખતે લપસીને ડૂબી જવાથી ચાર વિદ્યાર્થીનીઓનાં મોતનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બપોરે બેલગાવી તાલુકાની સરહદ નજીક આવેલા કિટવાડ ધોધમાં બની હતી. આ તમામ બેલાગવીના રહેવાસી હતા અને કામત ગલી સ્થિત મદરેસાની વિદ્યાર્થીનીઓ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મદરેસાનાં કુલ 40 વિદ્યાર્થીઓ શનિવારે સવારે કિટવાડ ધોધ જોવા ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક લોકો ધોધ પાસે ઉભા રહીને સેલ્ફી લઈ રહ્યા હતા.
તે દરમિયાન સંતુલન ગુમાવવાથી 5 વિદ્યાર્થીનીઓ પાણીમાં લપસી પડી હતી. જયારે કિનારા પાસે ઉભેલા લોકો સહિત કોઈને તરવાનું આવડતું ન હતું તેથી છોકરીઓને બચાવી શકાઈ ન હતી. ધોધમાં પડી જતાં એક વિદ્યાર્થીનીને કોઈક રીતે બચાવીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જિલ્લા હોસ્પિટલનાં તબીબોએ જણાવ્યું કે, તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અકસ્માતના સમાચાર મળતા જ જિલ્લા હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે સાવચેતીનાં પગલા તરીકે કેમ્પસની આસપાસ વધારાના દળો તૈનાત કર્યા હતા. પોલીસ ડેપ્યુટી કમિશનર રવિન્દ્ર ગદાડી અને BIMS હોસ્પિટલના સર્જન પરિસ્થિતિ પર નજર રાખવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application