તમિલનાડુનાં પલક્કડમાં કેરળ એક્સપ્રેસ ટ્રેને રેલવે ટ્રેક પર કામ કરી રહેલા ચાર કર્મચારીઓને ટક્કર મારતા ચારેયનાં મોત થયા હતા. રેલવે પોલીસના જણાવ્યા પ્રમાણે, ચારેય કર્મચારીઓ રેલવે ટ્રેક પર કચરો ઉઠાવી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી, ટ્રેનની ટક્કર એટલી જોરથી વાગી હતી કે, તમામ કર્મચારીઓ પુલ પરથી નીચે પડી ગયા હતા. ચાર કર્મચારીમાં બે મહિલા પણ સામેલ હતા. જેમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યાં છે, જ્યારે એક મૃતદેહ મળી રહ્યો નથી. પુલ પરથી ભારતપુઝા નદીમાં કર્મચારીનો મૃતદેહ પડી ગયો હોવાથી મળી રહ્યો ન હોવાની આશંકા. રેલવે પોલીસે જણાવ્યું કે, આ અકસ્માતની ઘટના આજે શનિવારે શોરાનુર રેલવે સ્ટેશન નજીક સર્જાયો હતો.
નવી દિલ્હીથી તિરુવનંતપુરમ જતી કેરળ એક્સપ્રેસે બપોરે 3.05 વાગ્યે આ કર્મચારીઓને ટક્કર મારી હતી. આ સફાઈ કામદારો રેલવે સ્ટેશનથી થોડાક કિલોમીટર દૂર શોરાનુર પુલ પરના રેલવે ટ્રેક પરથી કચરો સાફ કરી રહ્યા હતા. રેલવે પોલીસનાં અધિકારીએ જણાવ્યું કે, કર્મચારીઓએ ટ્રેનને આવતી જોઈ શક્ય ન હોય જેના કારણે અકસ્માત થયો, પરંતુ વધુ તપાસ ચાલી રહી છે. લખનઉ-ગોંડા રેલવે બ્લોક પર બહરાઈચના જરવાલ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે સવારે માલગાડીની ટક્કરથી બે મહિલાઓના મોત થયા હતા. જરવાલ રોડ થાનાક્ષેત્રમાં ઝૂકિયા ગામના શાહજહાં (ઉ.વ.42) અને સલમા નિત્યક્રમ પ્રમાણે ટ્રેનના ટ્રેક ઓળંગીને ખેતરે જતા હોય છે. તેવામાં ગઈ કાલે શુક્રવારે તેમણે ટ્રેનના ટ્રેક પાર કરીને ખેતરે ગયા હતા, પાછા ફરતી વખતે ટ્રેનનો અવાજ આવતા તેમણે અન્ય ટ્રેક વચ્ચે ઉભી રહીને ટ્રેન નીકળવાની રાહ જોઈ રહ્યાં હતા. આ દરમિયાન તેમણે જે ટ્રેક પર ઉભા હતા ત્યાં એક માલગાડી આવી જતા બંનેના મોત થયા. પોલીસે ઘટનાની નોંધ લઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500