મથુરા જિલ્લાનાં વૃંદાવન રેલવે સ્ટેશનથી લગભગ 800 મીટર દૂર માલગાડીના 20થી વધુ ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની ઘટના બની છે. બીજી તરફ, બિહારનાં મુઝફ્ફરપુરના નારાયણપુર અનંત સ્ટેશન પાસે પણ આવી જ એક ઘટનામાં ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી જતા 13 જેટલી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. વૃંદાવનમાં કોલસો લઈને જઈ રહેલી માલગાડીના અકસ્માતની ઘટના રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી. આ ટ્રેન અકસ્માતની ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિના થઈ ન હતી. જેમાં પશ્ચિમ તરફ જતા હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી સહિતનાં વિસ્તારના મુખ્ય રૂટ પર આ ટ્રેન અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી પ્રમાણે, ટ્રેનમાં કોલસો બધે ફેલાઈ ગયો છે. આ ઘટનાને લઈને લગભગ 15 ટ્રેનો પ્રભાવિત થઈ છે. જોકે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે, ત્યારે રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બિહારનાં મુઝફ્ફરપુરનાં નારાયણપુર અનંત સ્ટેશન પાસે પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં માલગાડીના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ પહોંચી નથી. ઘટનામાં ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે 13 જેટલી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. આ સિવાય 3 ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે. જેમાંથી ભાગલપુર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ અને સમસ્તીપુર-સિવાન ટ્રેનો બંધ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500