Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કરાટે એસોસિએશન ઓફ ડાંગનાં ચાર ખેલાડીઓએ નેશનલ કોમ્પિટિશનમાં હાંસલ કર્યા ચાર મેડલ

  • August 19, 2023 

તાજેતરમાં હેદ્રાબાદ ખાતે આયોજિત ચોથી નેશનલ ચેમ્પિયનશીપમાં કરાટે એસોસિએશન ઓફ ડાંગના આઠ પૈકી ચાર ખેલાડીઓએ ઉત્કૃસ્ટ રમત દાખવતાં એક સીલ્વર, અને ૩ બ્રોન્ઝ મેડલ અંકે કર્યા છે. નેશનલ કરાટે ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત આ કોમ્પિટિશનમાં ગુજરાત સ્ટેટ વિજેતા નિવડેલાં કરાટે એસોસિએશન ઓફ ડાંગના આઠ(૮) ખેલાડીઓએ એસોસિએશનના જનરલ સેક્રેટરી અને કોચ પી.આર.દીપક કુમારના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. જે પૈકી બરમ્યાવડની લક્ષ્મી ઠાકરેએ સીલ્વર મેડલ, અને ધુલદાની સોનલ પારે, ગુંદિયાની રોશની મોરે, તથા ગોંડલવિહીરની રોશની ગાયકવાડે અલગ અલગ વયજુથની સ્પર્ધાઓમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.



નેશનલ કોમ્પિટિશનમાં ઉત્કૃસ્ટ દેખાવ કરનારા આ વિજેતા ખેલાડીઓની યાદી ઈંડિયન ઓલમ્પિક એસોસિએશન પાસે જશે. ત્યાથી આ ખેલાડીઓનું આગળનું ભવિષ્ય નક્કી થશે, તેમ જણાવતા દીપક કુમારે, છેલ્લા પાંચ વર્ષોથી ડાંગના બાળકોને ‘કરાટે એસોસિએશન ઓફ ડાંગ’ના નેજા હેઠળ તાલીમબધ કરવા સાથે, જુદી જુદી રમત સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યુ હતું. પરિણામ સ્વરૂપ આજ દિન સુધી અંદાજે પચાસેક જેટલા સ્ટેટ લેવલના પારિતોષિકો સહિત કુલ ૬ જેટલા રાષ્ટીય પારિતોષિકો પણ ડાંગનાં ખેલાડીઓને મળી ચુક્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. ડાંગના ખેલાડીઓમાં રહેલી પ્રતિભા જોતાં આગામી દિવસોમાં વધુમાં વધુ ખેલાડીઓ નેશનલ કોમ્પિટિશનમા ભાગ લે, તથા મેડલ જીતી તેમની કારકિર્દીમાં આગળ વધે, તેવી તૈયારીઓ કરાટે એસોસિએશન ઓફ ડાંગ દ્વારા હાથ ધરવામાં આવી છે તેમ પણ દીપક કુમારે વધુમાં જણાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application