વ્યારાનાં ખુશાલપુરા ગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે પશુઓને કતલ કરવાના ઈરાદે ક્રુરતાપુર્વક લઇ જતી બે ટ્રકોને ગૌરક્ષકદળના કાર્યકર્તાઓએ ઝડપી પાડી કુલ ૨૫ ભેંસોને ઉગારી પોલીસને સોંપી હતી. આમ ચાર આરોપીઓની અટક અને બે’ને વોન્ટેડ જાહેર કરવા સાથે રૂપિયા ૩૨,૫૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ખુશાલપુરા ગામની સીમમાંથી નેશનલ હાઇવે ઉપરથી બે ટ્રકો ગૌરક્ષકદળનાં માણસોએ પકી પાડી જે અંગે વ્યારા પોલીસને વાકેફ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી.
અશોક લેલન કંપનીનો ઈક્કોમેન્ટ ટ્રક નંબર આરજે/૨૧/જીઈ/૪૧૪૨માં ૧૬ ભેંસો અને ટ્રક નંબર જીજે/૨૭/એક્સ/૪૫૯૯માં કુલ ૯ ભેંસો મળી કુલ ૨૫ ભેંસો ટ્રકોમાં ગેરકાયદેસર રીતે ભરીને વગર પાસ પરમીટે વહન કરવામાં આવતું હતું. ટ્રકોમાં ભેંસોને ખીચોખીચ ભરી ટુંકી દોરીથી બાંધી તથા ઘાસચારા પાણીની વ્યવસ્થા વિના દયનીય હાલતમાં કતલ કરવાના ઈરાદે ક્રુરતાપુર્વક લઈ જવાતી હતી. ટ્રક ચાલકો અને કલીનરો પાસે પશુઓનાં વહન અંગે કોઈ સત્તાધારી અધિકારીનું પ્રમાણપત્ર મળ્યું ન હતું.
બંને ટ્રકોમાં ભરેલી ૨૫ ભેંસો રૂપિયા ૨,૫૦,૦૦૦ તથા બંને ટ્રકોની કિંમત રૂપિયા ૩૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩૨,૫૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે ટ્રકોનાં ચાલકો અને કલીનરો સુફિયાનખાન ઇસ્માઇલખાન પઠાણ (ઉ.વ.૨૭), સોહિલખાન એહમદભાઈ સિપાઈ (ઉ.વ.૨૦) (બંને રહે.પઠાણવાસ નાની મસ્જીદ પાસે,વાધણા,તા.સિધ્ધપુર,પાટણ), ગિરીશભાઈ મનુભાઈ રાવળ (ઉ.વ.૩૪., રહે.હારીજ ચાર રસ્તા પાટણ રોડ બરફ ફેકટરીની પાસે, ગામ-હારીજ, તા.હારીજ, જિ.પાટણ), સુનિલભાઈ વિઠ્ઠલભાઈ રાવળ (ઉ.વ.૨૬., રહે.રાવળવાસ, ગામ નંદાસણ, તા.કડી,જિ.મહેસાણા)નાંને ઝડપી પાડયા હતા. આમ, ટ્રકમાં ભેંસો ભરાવી આપનાર ટ્રકમાલિક મહમદ અવેશખાન યાસીનખાન હાપાની (રહે.ચણોતર ગામ,તા.ડિસા,જિ.બનાસકાંઠા) અને સૈયદ ઇજાજ મહમદ ફઝલુદિન (રહે.સૈયદવાસ,જોરનંગ,તા.કડી,જિ.મહેસાણા)ને વોન્ટેડ જાહેર કરી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500