Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી પ્રોહી સ્કોડ ટીમનો સપાટો : ઉચ્છલના હાઇવે પરથી લક્ઝુરીયસ કારમાં ઈંગ્લીશદારૂ સપ્લાય કરતા ચાર પકડાયા

  • May 06, 2022 

તાપી પ્રોહી સ્કોડની ટીમે સપાટો બોલાવ્યો છે,જેને લઇ દારૂ સપ્લાય કરનારઓમા ફફડાટ પ્રસરી જવા પામ્યો છે,ઈંગ્લીશ દારૂ ભરી લઈ જતી એક લક્ઝુરીયસ કાર અને પાયલોટીંગ કરતી લક્ઝુરીયસ કાર સાથે ચાર કસુરવારોને ઈંગ્લીશદારૂ,મોબાઈલ ફોન અને બે કાર મળી કુલ્લે રૂપિયા ૮.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


તાપી જિલ્લા પ્રોહી સ્કોડ ટીમના માણસો ગતરોજ પેટ્રોલિંગમાં હતા,તે દરમિયાન બાતમી મળી હતી કે,નિઝર-ઉચ્છલ તરફથી એક સફેદ કલરની અરટીગા ફોર વ્હીલ ગાડી નંબર જીજે/૧૫/સીબી/૩૯૨૨માં બે ઈસમો બેસી તેની પાછળની એક સિલ્વર કલરની સ્કોડા ફોર વ્હીલ ગાડી નંબર જીજે/૦૫/સીકે/૮૩૮૨માં ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરીને પાયલોટીંગ કરીને સુરત તરફ જનાર છે,જે બાતમીના આધારે ઉચ્છલના પાંખરી ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-૫૩ ઉપર બંને ગાડીઓની વોચમાં હતા તે વખતે ઉચ્છલ તરફથી બાતમીવાળી સફેદ કલરની અરટીગા ફોર વ્હીલ ગાડી નંબર જીજે/૧૫/સીબી/૩૯૨૨ તથા તેની પાછળ એક સિલ્વર કલરની સ્કોડા ફોર વહીલ ગાડી જીજે/૦૫/સીકે/૮૩૮૨ની આવતા તેને પોલીસે લાકડીના ઈશારે ઉભી રાખવાનો પ્રયાસ કરતા બંને ગાડીઓના ચાલકે પોતાના વાહનો યુ-ટર્ન મારી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ વાહનોથી રોડ ઉપર આડાશ ઉભી કરી ગાડીઓ રોકી લીધી હતી.


તાપી પ્રોહી સ્કોડની તપાસમાં દારૂ ભરી લઇ જતી ગાડીની પાયલોટીંગ કરતી અરટીગા ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાનું નામ ઈશ્વરભાઈ બંસીલાલ અંજણે (ઉ.વ.૨૯) હાલ રહે-શ્રીનાથજી સોસાયટી-૨,આર.જે.ડી.પ્લાઝાની નજીક,ડીંડોલી સુરત (મુળ રહે-ઉતરાન તા.એરન્ડોલ જિ.જલગાંવ-મહા)નો હોવાનુ જણાવ્યું હતું જયારે તેની બાજુમાં બેસેલ ઈસમનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ પ્રતીકભાઈ ઉર્ફે પપ્પુ ડી.જે નારાયણભાઈ પાટીલ (ઉ.વ.૩૨) હાલ રહે,સાંઈ નગર સોસાયટી,ડીંડોલી બસ સ્ટોપ સુરત (મુળ રહે-સાંધવી તા.પારોડા જિ.જલગાંવ-મહા)નો હોવાનું જણાવ્યું હતું.


જોકે પાયલોટીંગ કરતી આ કારમાંથી દારૂ નહતો મળ્યો, બાદમાં સિલ્વર કલરની સ્કોડા ફોર વ્હીલ ગાડીમાં તપાસ કરતા સુરેશભાઈ ગોકુળભાઈ પાટીલ (ઉ.વ.૩૪) હાલ રહે-૪૮૭,કલ્યાણી કુટીર,ચિકુવાડી પાસે,ફતેહ નગર ઉધના સુરત (મુળ રહેલોનીગામ તા.પારોલા જિ.જલગાંવ-મહા)નો હોવાનું જણાવેલ તથા તેની બાજુમાં બેસેલ ઈસમનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ નરેશભાઈ સુધાકરભાઈ ગોસ્વામી (ઉ.વ.૨૬) રહે.જય જલારામ સોસાયટી,પ્લોટ નંબર-૧૧૮ માત્રુ ભુમી વિધાલય પાસે ડીંડોલી ઉધના સુરત (મુળ રહે-ચુંચાળે તા.અમલનેર જિ.જલગાંવ-મહા)નો હોવાનું જણાવેલ,જેમના કબજામાંથી ભરતીય બનાવટના ઈંગ્લીશદારૂની કુલ બોટલો નંગ ૯૬૦ બોટલો જેની કિંમત રૂપિયા ૯૬ હજારનો ઈંગ્લીશદારૂ મળી આવ્યો હતો.


આ બનાવમાં હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ જોરારામભાઈ બિશ્નોઈની ફરિયાદના આધારે બંને કાર અને ચારેય આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૮.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે એમપીથી દારૂનો મુદ્દામાલ ભરી આપનાર દીપક નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application