Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં ઘરમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર ચાર આરોપીઓ ઝડપાયા

  • June 24, 2024 

વ્યારા નગરનાં સ્ટેશન રોડ વિસ્તારમાં દરગાહની બાજુમાં રહેતા શકિલમિયા અબ્દુલહમીદ શેખના ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરનાર ચાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી ચોરીનો એક લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસે ચોરી કરનાર અરબાઝ ઉર્ફે અબુ ઇબ્રાહીમ પઠાણ (રહે.રેલવે સ્ટેશન પાસે, મસ્જીદની પાછળ, વ્યારા), ફીલીપભાઈ ઉર્ફે પ્રીન્સ શિવરામભાઈ ગામીત (રહે.નાનસલ ગામ, ડુંગર ફળીયું, તા.ઉચ્છલ), નઈમમિયાં મહેમુદમિયાં શેખ (રહે.લીનીયર બસ સ્ટેશનની પાછળ, રાજીવ નગર, બારડોલી) અને બંકિમભાઈ રજનીકાંત પારેખ (રહે.બારડોલી, સ્ટેશન રોડ)ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application