તાપી જિલ્લા છેવાડાનો નિઝર તાલુકામાં જૂની ગામે હથોડા ગામના ચાર ઇસમોએ એક યુવાનને લાત તથા ઢીક્કા મૂકીનો મારમારી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનામાં પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાના જુના અંતુર્લી ગામમાં રવિન્દ્રભાઈ જબ્બરભાઈ પાડવી તથા તેમના ભાઈ સાગર પાડવી સાથે કુકરમુંડા તાલુકાના હથોડા ગામના ચાર ઈસમોએ ઝઘડો કરી મારામારી કરી હતી.
જોકે સાગરની સાળીને હથોડા ગામનો યુવાન પ્રેમ કરતો હોય પ્રેમિકાનો મોબાઇલ સાગરની પત્નીએ લઈ લીધો હોવાથી ગાળાગાળી કરતો હોવાનો જણાવી ધીરજ ઉર્ફે ધીરેશભાઈ પાડવીએ સાળીના મોબાઇલ ઉપર ફોન કરી ગાયત્રી સાથે ગાળ ગલોચ કરતા, સાગર પાડવીએ મોબાઇલ લઇ વાત કરતા સામેથી ધીરજે તેઓને પણ ગાળો આપી હતી અને તારી પત્નીએ મારી પ્રેમિકાનો મોબાઇલ ફોન કેમ લઇ લીધેલો છે? તેમ કહી નાલાયક ગાળો આપી હતી અને કહ્યું હતું કે, તારામાં હિંમત હોય તો, ગામની વચ્ચે ખુલ્લી જગ્યામાં આવ, અમે અહીં ઉભા છીએ એમ જણાવ્યું હતું.
જેથી સાંજે સાગરનો મોટો ભાઈ રવિન્દ્ર પાડવી પણ સાસરીમાં આવ્યો હોય, સાગરે ભાઈને વાત કરી બંને ભાઈઓ જૂની અંતુર્લી ગામે ગણેશભાઈ નાનાભાઈ પાડવીના ઘરની સામે આવેલી ખુલ્લી જગ્યા પર પહોંચ્યા હતા. જ્યાં ધીરજ અને તેનો મોટોભાઈ જયરાજ પાડવી હથોડા ગામના અન્ય અજાણ્યા બે લોકોને લઈને આવ્યો હતો. ત્યાં જઈ સાગરે ધીરજને તું કેમ મારી પત્નીને મોબાઇલ ઉપર ગાળ આપતો હતો. એમ કહેતા, ધીરજે તારી પત્નીની બહેન મારો પ્રેમ સબંધ છે અને તારી પત્નીએ મારી પ્રેમિકાનો મોબાઇલ કેમ લઇ લીધો છે કહી બંને ભાઈઓ સાથે નાલાયક ગાળો આપી તેઓએ ઝઘડો કર્યો હતો. મારામારી દરમિયાન બંને ભાઈઓને હથોડાના ઇસમોએ મારમારી તેમજ લાતથી આડેધડ માર્યો હતો ઘટના દરમિયાન રવિન્દ્રભાઈ પાડવીને ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હતું. ઘટના અંગે નિઝર પોલીસે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
યુવકને આડેધડ મારમારી હત્યા કરનાર ઝડપાયેલ આરોપીઓ...
1.ધીરજ ઉર્ફે ધીરેશભાઈ તીરસીંગભાઇ પાડવી,
2.જયરાજભાઈ તીરસીંગભાઇ પાડવી,
3.દિલીપભાઈ પાડવી અને
4.અરૂણભાઇ બુટાસીંગભાઇ પાડવી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500