Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઔરંગાબાદમાં સર્જાયેલ ભીષણ અકસ્માતમાં સુરતનાં ચાર પિતરાઈ ભાઈનાં મોત નીપજ્યાં

  • May 25, 2023 

મહારાષ્ટ્રનાં ઔરંગાબાદમાં કાર ડિવાઈડર સાથે અથડાતા થયેલ ભીષણ અકસ્માતમાં સુરતમાં રહેતા ચાર પિતરાઈ ભાઈ મૃત્યુ પામ્યા હતા, જ્યારે એકનો જીવ બચી ગયો હતો. તેલંગણામાં પરિવારનાં એક ઈસમનું મોત થતાં તેઓ અંતિમ વિધિમાંથી પાછા આવી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટનાં સર્જાઈ હતી. પોલીસ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સુરતમાં કરાડવામાં રહેતો ગૌડ પરિવાર કપડાનો વ્યવસાય કરે છે.






તેલંગણામાં તેઓ બે દિવસ અગાઉ પરિવારનાં એક સભ્યનાં અંતિમ સંસ્કારમાં હાજરી આપવા તેલંગણા ગયા હતા. ત્યારબાદ ચાર પિતરાઈ ભાઈ સંજય રાજણ ગૌડ (ઉ.વ.43), કૃષ્ણા રાજણ ગૌડ (ઉ.વ.44), શ્રી નિવાસ રામૂ ગૌડ (ઉ.વ.38) અને સુરેશ ગૌડ (ઉ.વ.41) સહિત પાંચ જણ મલ્ટી યુટિલિટી વેહીકલ (એમયુવી)માં સુરત ઘરે પાછા જઈ રહ્યા હતા. દરમિયાન ઔરંગાબાદમાં કરમાડ-શેકટામાં સમૃદ્ધિ હાઈવે પર ગૌડ પરિવારનાં ડ્રાઈવરે વહેલી સવારે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો. સ્પીડમાં જઈ રહેલી ગાડી ડિવાઈડર સાથે ટકરાઈ હતી. આ  દુર્ઘટનામાં 3 જણનાં જગ્યા પર જ મોત નીપજ્યા હતા.






જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા બાદ એક ઈસમએ અંતિમ શ્વાસ લીધા હતા. જયારે ગાડીની છેલ્લી સીટ પર બેસેલા એક ઈસમ બચી ગયો હતો. કરમાડ પોલીસ સ્ટેશનમાં એક્સિડેન્ટલ ડેથનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતનાં લીધે જોરદાર અવાજ થતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેઓ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. મુંબઈ નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વેની ડિસેમ્બર-2022માં શરૂઆતથી લઈને આ વર્ષના એપ્રિલના અંત સુધીમાં જુદા-જુદા અકસ્માતમાં 39 લોકોનાં મોત થયા છે અને 143 ઈજા પામ્યા છે,  એમ સિનિયર પોલીસ ઓફિસરે જણાવ્યું હતું. સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પરસ્કસ્માતો વધી રહ્યા હોવાથી પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application