વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર ભારતમાં (28 રાજ્યો) 508 રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે વડા પ્રધાને કહ્યું હતું કે ભારત તેના સુવર્ણ યુગની શરૂઆતમાં છે, જે વિકાસના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. નવી ઉર્જા છે. નવી પ્રેરણા, નવા સંકલ્પો છે. આ જ યોજના અંતર્ગત, આજે ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે ભારતના લગભગ 1,300 મોટા રેલવે સ્ટેશનોને હવે અમૃત ભારત રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે. તેમાંથી 508 અમૃત ભારત સ્ટેશનના પુનઃનિર્માણનું કામ આજથી શરૂ થઈ રહ્યું છે. આ 508 સ્ટેશનોના નવીનીકરણ પર લગભગ 25 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેના મહત્વનાં રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.મધ્ય રેલવેના મુંબઈ સહિત પાંચ ડિવિઝનના 76 સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. મુંબઈ ઉપનગરમાં 15 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. મુંબઈના રેલવે સ્ટેશનમાં પરેલ, વિક્રોલી અને કાંજુરમાર્ગ સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે, જેનો આજે શિલન્યાસ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500